ટ્રમ્પની ટીકા કરતો લેખ મારા સ્ટાફે નથી લખ્યો : અમેરિકી ઉપરાષ્ટ્રપતિ

0
10

વાશિંગ્ટન,તા.૧૦
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇસ પેન્સે કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની ટીકા કરનારા ન્યૂયોર્ક ટાઇમ્સનો લેખ તેના સ્ટાફે નથી લખ્યો. તેણે કહ્યું કે, હું આ માટે સો ટકા આશ્ચસ્ત છું. હું તેના માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટથી પસાર થવા માટે પણ તૈયાર છું. હકીકતમાં, થોડાં દિવસ પહેલાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનથી જાડાયેલા એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઇમ્સમાં ‘આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન’ નામથી લેખ લખ્યો હતો. ઓફિસરે પોતાના નામનો ખુલાસો નથી કર્યો.
માઇક પેન્સે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, હું આ વાતની ગેરન્ટી લઉં છું કે, ઉપરાષ્ટ્રપતિ સ્ટાફના કોઇ ઓફિસર તેમાં સામેલ નથી. હું મારાં લોકોને ઓળખું છું. તમામ ઓફિસર પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા દેશના લોકો માટે કરવામાં આવતા કામોને આગળ લઇ જવામાં પ્રયત્નશીલ છે.
આ અંગે જેટલાં પણ આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તે તમામ ખોટાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY