મેક્સિકો,તા.૨૦
મેક્સિકોમાં તેલ-ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટની સાથે જ ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં ૭૩ લોકોના બળીને ખાખ થઇ ગયા છે. જ્યારે ૭૪થી વધુ લોકો ઘાયલ અને ૮૦થી વધુ લોકો ગુમ થયા છે. ભારતીય સમયાનુસાર આ ઘટના શનિવાર સવારે હિડાલ્ગો કસબામાં બની હતી. ત્યાંના ગવર્નર ઉમર ફયાદે મેક્સિકો કે સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરવા માટે ભેગા થયા હતા, ત્યારે અચાનક જ આગ લાગતા મૃતદેહો આમતેમ ઉછળ્યા અને ત્યાં ને ત્યાં જ બળીને ભડથું થઇ ગયા. જા કે હાલ આગ પર હાલ કાબૂ મેળવી લેવાયો છે.
મેક્સિકોના ઉત્તરમાં આવેલા ત્લાહેલિલપન શહેરમાં વિસ્ફોટ થયો હતો. મેક્સિકોના રાષ્ટ્રપતિએ ઇંધણ ચોરીને મોટો મુદ્દો ગણાવ્યો હતો અને તે સમયે જ ઇંધણ ચોરી કરનારાઓની સાથે આ અકસ્માત થયો છે.
મધ્ય મેક્સિકોમાં શુક્રવારના રોજ ઇંધણની એક પાઇપલાઇનમાં ભીષ આગ લાગતા મૃતકોની સંખ્યા વધી ૭૩ થઇ ગઇ છે. સેંકડો લોકો પાઇપલાઇનમાંથી રિસાવ થતા તેલ ચોરવા માટે ભેગા થયા હતા ત્યારે અહીં આગ લાગી ગઇ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




