કેવીન પીટરસને છત્તીસગઢમાં એક ચિત્તાનું બચ્ચું દત્તક લીધું

0
109

ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્‌સમેન કેવીન પીટરસન છત્તીસગઢના જંગલ સફારીમાંથી ચિત્તાના બચ્ચાને પોતાના ખોળામાં લઈને ભાવુક થઈ ગયો હતો. તેણે આ અંગે કહ્યુ હતું કે મેં એક અનાથ બાળક(ચિત્તાનું બચ્ચું)ને દત્તક લીધો છે. પીટરસન ભારતમાં સતત વધી રહેલા ચિત્તાના શિકારની ખબરોને વાંચીને દુખી છે.
જંગલ સફારીમાંથી ચિત્તાના બચ્ચાંને દત્તક લેવા માટે રાયપુર પહોંચેલા ક્રિકેટર કેવીન પીટરસને પહેલા મુખ્યમંત્રી રમણ સિંહ સાથે મુલાકાત કરી અને પછી જંગલ સફારીના ચિત્તાના બચ્ચાંને દત્તક લેવાની પોતાની ઈચ્છા જાહેર કરી હતી. તેના પછી તેણે જંગલ સફારીની મજા માણી હતી.
તેણે છત્તીસગઢના વખાણ કરતા કહ્યુ હતું કે અહીંનો પ્રદેશ ૪૨ ટકા જંગલોથી ઘેરાયેલો છે. વાઈલ્ડ લાઈફ લવર પણ અહીંના જંગલોનું રીસર્ચ કરી રહ્યા છે. અહીંના ગાઢ જંગલમાં ચિત્તા સહિત અન્ય ઘણા જાનવરો જાવા મળે છે. ઈંગ્લેન્ડના આ પુર્વ ક્રિકેટરે કહ્યુ હતું કે જ્યારે પણ તે જંગલી પ્રાણીઓના શિકારની ખબર સાંભળીને તેને ઘણું દુખ પહોંચે છે. જંગલ સફારીના ઈન્ચાર્જનું કહેવું છે કે હજુ સુધી અહીં જાનવરોને દત્તક લેવાની પોલિસી બનાવવામાં આવી નથી.
ક્રિકેટર પીટરસને જંગલ સફારીના એક નાનકડા ચિત્તાના બચ્ચાં સાથેનો વીડિયો ટિવટર પર શેર કર્યો છે, જેમાં તે ચિત્તાના નાનકડા બચ્ચાને દૂધ પીવડાવતો જાવા મળે છે. દ.આફ્રીકામાં જન્મેલા આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરે ક્રિકેટ ઈંગ્લેન્ડ દેશ તરફથી રમી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY