પોલીસે ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત ૫૦થી વધુ લોકોની અટકાયત કરી

0
10

તિરુવનંતપુરમ્‌,તા.૧૭
આજે સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સબરીમાલા મંદિરના કપાટ ખૂલ્યા હતા જેમાં ભારે ઘર્ષણ થયું હતું. સબરીમાલા સ્થિત અયપ્પા મંદિરના વિવાદમાં કેરળ સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાના પક્ષમાં છે, ત્યારે બીજીતરફ મોટા પ્રમાણમાં સંગઠનો આ ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. સબરીમાલા મંદિરમાં રજાસ્રાવ થતો હોય તેવી છોકરીઓ તેમજ મહિલાઓને પ્રવેશવાના મુદ્દે વિરોધ કરી રહેલા દેખાવકારોને ખસેડવા માટે મોટાપાયે પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. પોલીસના બળ પ્રયોગ બાદ મંદિરમાં જતા મુખ્ય માર્ગ નિલક્કલમાં બુધવારે સવારથી માહોલ ઉગ્ર જણાઈ રહ્યો છે. નિલક્કલ અને પંબામાં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશની મંજૂરીનો વિરોધ કરીરહેલા ત્રાવણકોર દેવાસમ બોર્ડના પૂર્વ અધ્યક્ષ સહિત ૫૦ લોકોની અટકાયત કરવામાં આવી છે. જા કે નિલક્કલ નજીક ટોળાએ મહિલાઓ સાથેની એક બસ પર પથ્થરો ફેંકિયા હતા જેને પગલે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વિરોધી તત્વોએ પત્રકારોને પણ નિશાન બનાવ્યા હતા અને છૂટક હુમલા થયા હોવાનું જણાયું હતું.
વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ મંદિરે પહોંચેલ પત્રકારોની ગાડીઓ પર પણ હુમલો કરી દીધો હતો. આને લઈને રાજકારણ ગરમાયું છે. ડી રાજાએ કહ્યું કે, મીડિયા કર્મચારીઓ પર હુમલો અને મહિલાઓ પર હુમલાનો અમે વિરોધ કરીએ છીએ. આ બધુ બીજેપી અને આરએસએસે કર્યું છે. આ લોકો સાંપ્રદાયિક એકતાને ભંગ કરવા ઈચ્છે છે. આના માટે કેરળ સરકારને જવાબદાર ઠેરવી શકાય નહી.
એકીટવિસ્ટ રાહુલ ઈશ્વરની કેરળ પોલીસની ધરપકડ કરી લીધી છે. રાહુલ સબરીમાલા મંદિરમાં મહિલાઓની એન્ટ્રીનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ઈશ્વર સબરીમાલા મંદિરના પૂર્વ પુજારીના પપ્રોત્ર છે.
કેરળમાં પમ્બામાં તણાવ વધી ગયું છે. પોલીસે જવાનો સાથે ટ્રેક્ટર પ્રદર્શનકારીઓને રોકી લીધા છે. કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ કાયદો પોતાના હાથમાં લઈ લીધો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY