મેદસ્વી પેસેન્જરથી ઈજા થતાં એરલાઈન પર યુવકે કેસ કર્યો,વળતરમાં ૯ લાખ રૂ.માંગ્યા

0
33

લંડન,તા.૨૦
બ્રિટનમાં એક આદમીએ વિમાનની કંપની બ્રિટિશ એરવેઝ પર કેસ કર્યો છે. વેલ્સના રહેનાર સ્ટીવન પ્રોસરનો આરોપ છે કે એરલાઈનની એક ફલાઈટમાં તેને તેની બાજુમાં બેઠેલા પેસેન્જરના કારણે ઈજા થઈ છે. પ્રોસરે વળતર તરીકે કંપની પાસેથી ૧૦ હજાર પાઉન્ડ ( લગભગ ૯ લાખ રૂપિયા)ની માંગણી કરી છે.
કેસ વર્ષ ૨૦૧૬નો છે. સ્ટીવનને બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં બેંગકોકથી લંડન સુધીની મુસાફરી કરવાની હતી. તેમની પાસે વિન્ડો સીટ હતી. જાકે તેમની બાજું વાળી સીટમાં એક જાડિયો માણસ બેઠો હતો, જે પોતાની સીટ પર યોગ્ય રીતે ફીટ થઈ શકતો ન હતો. સ્ટીવને જણાવ્યું કે તેમની પાસે બેઠેલો વ્યક્તિ ન્યુઝીલેન્ડનો રગ્બીનો ખેલાડી હતો. તેનું વજન ઓછામાં ઓછું ૧૪૦ કિલોગ્રામ હતું. તેની લંબાઈ પણ સાડા છ ફુટ જેટલી હતી. આ કારણે તેના શરીરનો મોટાભાગનો હિસ્સો તેમની સીટ પર જ હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY