પટના,તા.૨૦
બિહાર સરકારમાં સમાજ કલ્યાણ મંત્રી રહી ચુકેલા મંજૂ વર્માએ આર્મ્સ એક્ટના એક મામલે આજે (મંગળવારે) બેગૂસરાયની સ્થાનીય કોર્ટમાં સરેન્ડર કર્યું છે. હાલમાં જ બિહાર પોલીસે બેગૂસરાય સ્થિત તેમના આવાસની તપાસ હાથ ધરી હતી. મંજૂ વર્મા બુર્ખાની આડમાં બેગૂસરાયની મંઝૌલ અનુમંડળ કોર્ટ પહોંચી અને ત્યાં તેમણે સરેન્ડર કર્યું હતું. કોર્ટે તેમને એક ડિસેમ્બરે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
મુઝફ્ફરપુર બાલિકાગૃહ કાંડના મુખ્ય આરોપી બ્રજેશ ઠાકુરથી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માના સંબંધનો ખુલાસો થયો હતો. હાલમાં જ ચંદ્રશેખર વર્માએ પણ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બિહારના મુઝફ્ફરપુરમાં ૩૪ બાળકીઓ સાથે રેપની ઘટના સામે આવ્યા બાદ બ્રજેશ ઠાકુરથી સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માના પતિ ચંદ્રશેખર વર્માના સંબંધો સામે આવ્યા હતા. આ ખુલાસા બાદ મંજૂ વર્માને પદ પરથી રાજૂનામું આપવું પડ્યું હતું. પૂર્વ મંત્રી મંજૂ વર્મા ઘણા દિવસોથી ફરાર હતા.
પૂર્વ મંત્રી મંજૂ વર્માના કારણે સતત મૂંઝવણ અનુભવી રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે હાલમાં જ તેમણે મંજૂ વર્મા પર કાર્યવાહી કરવાની અનુમતી આપી હતી. જેડીયૂ પ્રદેશ નેતૃત્વ વશિષ્ટ નારાયણ સિંહે મંજૂ વર્માને પાર્ટીથી સસ્પેન્ડ કર્યા હતા. મંજૂ વર્માને લઇ સુપ્રીમ કોર્ટ સતત બિહાર સરકારને ઠપકો આપી રહી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




