બોગસ વીલ બનાવી બહેનોની જમીન પચાવી પાડનાર ભાઈની ધરપકડ

0
3

સુરત,તા.૧૩
વીલમાં તારીખ પ્રમાણે વાર અને તિથિ ખોટી લખી ઉપરાંત સ્ટેમ્પ પેપરમાં બન્ને બહેનોની બોગસ સહીઓ કરી નોટરીના સહી-સિક્કા કરાવી કરોડોની જમીન સગા ભાઈએ તેના સાગરીતો સાથે મળી પચાવી પાડી હતી. આ અંગે પાંડેસરા પોલીસે વકીલ સહિત ચાર જણા સામે ચીટિંગનો ગુનો નોંધ્યો છે.
વડોદરા અને બમરોલીમાં વડીલોપાર્જિત જમીનમાં પારસી મહિલા ગુલ કેરશી કિલ્લાવાળા અને શહેરનાઝ તેમ જ ભાઈ રૂસ્તમ કેરશી કિલ્લાવાળા વારસદારો હતાં. વડોદની જમીનમાં મહિલાના ભાઈ રૂસ્તમે વેચાણ કરવા માટે બન્ને બહેનો પાસેથી હક્ક-હિસ્સો છોડવાની શરતે ૧.૭૭ કરોડ આપવાનું નક્કી થયું હતું. જેના માટે ભાઈ રૂસ્તમે બન્ને બહેનો પાસેથી કાચું લખાણ કરાવી લીધું હતું. જેમાં સાક્ષી તરીકે પ્રફુલ્લ પરમારે સહી કરી હતી. જ્યારે સાત-બારની નકલ કઢાવતાં તેમાં ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર બન્ને બહેનોએ હક્ક છોડી દીધા હોવાનું લખાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જાકે, બન્ને બહેનોએ સ્ટેમ્પ પેપર પર સહી કરી ન હતી.
પાંડેસરા પોલીસે મહિલાની ફરિયાદ લઈને રૂસ્તમ કેરશી કિલ્લાવાળા (રહે. પ્રતીક મહોલ્લો, બમરોલી ગામ) તથા બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પ્રફુલ્લ ભગવાન પરમાર, પત્ની દિવ્યાબેન પ્રફુલ્લ પરમાર(બન્ને રહે. હરેકૃષ્ણ નિવાસ, ભટાર રોડ) અને એડવોકેટ હરીશ આર. પટેલની સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. જે પૈકી પોલીસે પારસી મહિલાના ભાઈ રૂસ્તમ કેરશી કિલ્લાવાળા અને બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર પ્રફુલ્લ ભગવાન પરમારની ધરપકડ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY