વાઘની આંખમાં આંખ નાંખી દોઢ કલાક ઉભી રહી મહિલા ફોરેસ્ટ કર્મી!!

0
37

મહિલા ફોરેસ્ટ કર્મચારીએ પોતાના બીજા બે ચોકીદારોનો પણ જીવ બચાવ્યો
સાતપુડા,તા.૧૦
મધ્યપ્રદેશના સાતપુડાના વાઘ માટેના અભ્યારણ્યમાં હાલમાં વાઘની વસતી ગણતરી ચાલી રહી છે ત્યારે એક મહિલા ફોરેસ્ટ કર્મચારીએ સમયસૂચકતા વાપરીને પોતાનો અને બીજા બે ચોકીદારોનો જીવ બચાવ્યો હતો.
બન્યુ એમ હતુ કે વાઘની ગણતરી કરવા માટે મહિલા કર્મચારી વાઘના પગલાના નિશાન જાઈને પાછળ પાછળ ગઈ હીત.એક નાળા પાસે જાયુ તો માંડ ૮ મીટર દુર વાઘ બેઠો હતો.
વાઘે માણસોની હાજરી જાઈને ત્રાડ પાડી હતી.જાકે મહિલા કર્મી સુધા ધુર્વેએ તાલીમ યાદ કરીને ત્યાં જ વાઘની આંખમાં આંખ મિલાવીને ઉભી રહી ગઈ હતી.વાઘે તેમને ડરાવવા માટે વારંવાર ત્રાડ નાંખી હતી .જાકે સુધા ધુર્વે હિલચાલ કર્યા વગર વાઘ સામે જ જાયા કર્યુ હતુ. લગભગ દોઢ કલાક સુધી આ સ્થિતિ રહી હતી અને એ પછી વાઘ કંટાળીને ચાલ્યો ગયો હતો. સુધાએ ચોકીદારોને ઈશારો કરીને કહ્યું હતુ કે જો ભાગવાની કોશિશ કરીશું તો વાઘ હુમલો કરી દેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY