ધાંટુ ગામની સીમ માંથી ગે.કા હથિયાર (બંદુક) સાથે એક ઈસમને પકડતી મહેસાણા એસ.ઓ.જી

0
38

મહેસાણા પોલીસ અધિક્ષક નિલેષ જાજડીયાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ તથા ગે.કા.હથિયારના કેસો શોધી કાઢવા સુચના કરેલ જે અનુંસંધાને આજરોજ તા.૧૮/૦૨/૨૦૧૯ ના રોજ એસ.ઓ.જી પો.સબ.ઈન્સ એમ.ડી.ચંપાવત તથા અ.હેડ.કો જયવિરસિંહ. અ.હેઙકો ચેતનકુમાર અ.હેઙ.કો વિરેન્દ્રસિંહ તથા અ.હેડ.કોન્સ.અનિલકુમાર તથા અ.હેઙ.કો કીરણજી તથા અ.હેડ.કોન્સ.ભરતજી અ.પો.કો હેમેન્દ્રસિંહ તથા અ.પો.કો જવાનસિહ વિગેરે માણસો સાથે વિજાપુર પોસ્ટે વિસ્તારમાં એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી હતા તે દરમિયાન સાથેના અ.હેડ.કો જયવિરસિંહ તથા અ.પો.કો હેમેન્દ્રસિંહને  મળેલ ખાનગી બાતમી હકીકત આધારે ધાંટુ ગામની સીમમાં રહેતો  સીન્ધી (ડફેર) અલુભાઇ લાખાભાઇ મુળ રહે. વિજાપુર રેલ્વે ફાટક પાસે હાલ રહે.ધાંટુ ગામની સીમ તા.વિજાપુર જી. મહેસાણા વાળાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી વિજાપુર પો.સ્ટે. આર્મ્સ એક્ટ કલમ–૨૫(૧બી)એમુજબનો ગુન્હો નોંધાવવા કાર્યવાહી કરાવવામાં આવેલ છે.
આમ, મહેસાણા એસ.ઓ.જી.ને ગે.કા હથિયાર ના કેશો શોધી કાઢવા માટે વધુ એક સફળતા મળેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY