મુંબઈ,તા.૩
અલ્ટ બાલાજીની આગામી વેબ સિરિઝમાં દેશના પ્રખર કાનૂનવિદ રામ જેઠમલાનીનો રોલ કરવા અભિનેતા સુમિત વ્યાસે પૂર્વતૈયારી શરૃ કરી દીધી હતી.
ગયા વરસે રજૂ થયેલી રિયા કપૂર અને એકતા કપૂરની મલ્ટિ-હીરોઇન હિટ ફિલ્મ વીરે દી વેડિંગમાં ચમક્યા બાદ હવે સુમિત વેબ સિરિઝની તૈયારીમાં બીઝી છે. એકતા કપૂર હાલ ધ વર્ડિક્ટ-સ્ટેટ વર્સેસ નાણાવટી ટાઇટલ ધરાવતી વેબ સિરિઝની તૈયારીમાં વ્યસ્ત છે.
પોતે કાયદાની દુનિયાથી જરા પણ પરિચિત નથી એ જાણતા સુમિતે એક લા ફર્મમાં થોડા દિવસ ટ્રેનિંગ મેળવવા માટે કામની શરૂઆત કરી હતી. ભૂતકાળના કેટલાક કેસનો અને જેઠમલાનીએ સફળતાપૂર્વક લડેલા કેસની વિગતોનો અભ્યાસ એણે કર્યો હતો. સતત લૉ ફર્મમાં રહીને એણે કાયદા શાસ્ત્રીઓ કઇ રીતે કામ કરે છે એનો જાત અનુભવ મેળવ્યો હતો અને હવે એ પોતે સ્ક્રીપ્ટના આધારે પોતાના પાત્રની તૈયારી કરી રહ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



