હળવદ ના ધર્મપ્રેમી લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે અલગ અલગ ૧૨ જ્યોતિર્લિંગ ના શણગાર કરેલ ૧૨ રથયાત્રા પુરા ગુજરાત માં પ્રવાસ કરી ધર્મપ્રચાર કરી રહી છે ત્યારે છોટાકાશી તરીકે જગ વિખ્યાત હળવદ શહેર માં રથયાત્રા આવી પહોંચી હતી રથ યાત્રા નું શ્રી વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને આરતી પણ કરવામાં આવી ત્યાર બાદ રથ યાત્રા હળવદ નગર માં મુખ્ય માર્ગ પર ફરી અને શંકારપરા ખાતે પહોંચી હતી જ્યાં હાજર સૌ એ હર હર મહાદેવ … જય સોમનાથ ના નાદ સાથે યાત્રા નું સ્વાગત કરી 5 કુવારીકા દ્વારા ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું અને હાજર સૌ એ રથ યાત્રા માં ૧૨ જતોતિર્લિંગ માં ના એક શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ ના ભાવ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યાર બાદ રામજી મંદિર ખાતે ધર્મસભા નું આયોજન થયું હતું જેમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ના મહંત શ્રી દિપકદાસજી મહારાજ અને મહેન્દ્ર મહારાજ એ આશીર્વચન આપ્યા હતા અને ત્યાર બાદ રથયાત્રા શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને રાત્રી રોકાણ કરી વહેલી સવારે આરતી અને પૂજન અર્ચન કરી રથ યાત્રા મોરબી તરફ આગળ વધી હતી
કાર્યક્રમ ને સફળ બનાવવા સર્વે શિવ ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





