રામેશ્વરમ બાદ હરિદ્વારમાં થયું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન

0
278

હરિદ્વાર,તા.૮
બોલીવુડ જાણિતી અભિનેત્રી શ્રીદેવીની અસ્થિનું આજે હરિદ્વારમાં વિસર્જિત કરવામાં આવી. વિસર્જન માટે પતિ બોની કપૂર, અનિલ કપૂર સહિત પરિવારના નજીકના સંબંધી અમરસિંહ અને મનીષ મલ્હોત્રા હરિદ્વાર પહોચ્યાં હતા. અગાઉ પણ અસ્થિનું કેટલાંક અંશ રામેશ્વરમાં પણ વિસર્જિત કરવામાં આવ્યા હતા.
હરિદ્વારાના વીઆઈપી ઘાટ પર સંપૂર્ણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે ગત ૨૪ ફેબ્રુઆરીએ દુબઈની એક હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયું હતું. અને ૨૮ ફેબ્રુઆરીએ રાજકીય સન્માન સાથે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશા ઘાટ લઈ જવાતા પહેલા તેના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યું હતું અને મુંબઈ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીની ફિલ્મી કરિયર માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ ચાલુ થઈ ગઈ હતી. તેણે પ્રથમ ફિલ્મ તમિલમાં કરી હતી. શ્રીદેવી તમિલ ઉપરાંત તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ૨૦૧૩માં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગાદન બદલ ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY