વર્ષ ૨૦૧૬-૧૭ની નાણાંકીય 2સ્થતિ,આર્થિક સ્થતિ,મહેસૂલ અને સામાજિક સમીક્ષાનો અહેવાલ રજૂ કરાયો

0
380

ગાંધીનગર,
તા.૨૮/૦૩/૨૦૧૮

બજેટ સત્રના છેલ્લા દિવસે આજે ગુજરાત વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. વર્ષ ૨૦૧૬-૧૭ની નાણાંકીય સ્થતિ, આર્થિક સ્થતિ, મહેસુલ અને સામાજિક સમીક્ષાનો કેગનો અહેવાલ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે રજૂ કર્યો. નીતિનભાઈ પટેલે ત્રણ અલગ અલગ સ્વરૂપમાં કેગનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો.

મળતી માહિતી મુજબ, આજે વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો, જેમાં કેગ ઓડિટ રિપોર્ટમાં સરકાર પર ઘણા ટિપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ અનુસાર રાજ્ય સરકારના જાહેર સાહસો ખોટમાં છે તેવો રિપોર્ટ રજૂ કરાયો છે. ૫૪ જાહેર સાહસોમાં ૩૬૪૭ કરોડનો નફો થયો છે, જ્યારે સામે ૧૪ જાહેર સાહસોમાં ૧૮,૧૪૨ કરોડની ખોટ થઈ છે.

કેગના રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સરકારે જગવાઈઓ વિના ખર્ચ કર્યો છે. કેગના અહેવાલમાં રાજ્ય સરકારના સબ રજિસ્ટ્રારની અનિયમિતતા પણ સામે આવી છે. ૧૦૩ કેસમાં ૯૯.૯૮ કરોડની વસૂલાતમાં અનિયમિતતા સામે આવી છે.

કેગના અહેવાલમાં ખાણ અને ખનીજ વિભાગ પર ગંભીર ટીપ્પણી કરવામાં આવી છે. જિ. ભૂસ્તર વિભાગની ખોટી નીતિને લાધે સરકારી તિજારીને ૧૫૨ કરોડનું નુકશાન પહોંચ્યું છે. ૧૮૨ કેસમાં ખાણ ખનીજ વિભાગે ખોટી રીતે ખાણની લીઝ આપી છે.

કેગના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સુરત અને અમદાવાદમાં બે કેસોમાં જમીનના નવી શરતમાંથી જુની શરતમાં રૂપાન્તર પર અયોગ્ય દરો લાગુ કરી સરકારને ૭૮.૪૪ લાખની રકમનો ચુનો લાગ્યો છે. ૪ કલેકટર કચેરીઓમાં ૨૦૧૨-૧૩ અને ૨૦૧૪-૧૫ના સમયગાળા દરમ્યાન ૧૩૮ કેસોમાં ૧.૯૮ કરોડ જેટલા રૂપાન્તર વેરાની બિન વસુલાત – ઓછી વસુલાત કરી હોવાની ટીકા પમ કરવામાં આવી છે. સાથે કેગ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર દ્રારા વર્ષ ૧૬-૧૭ દરમ્યાન ૧૦૩ કેસમાં ૯૯.૯૮ કરોડની રકમ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ઓછી વસુલાત કરી છે. નવ જિલ્લાના ૧૨ નાયબ કલેકટર કચેરીઓ દ્રારા ડેટા એન્ટ્રીમાં અનિયમિતતા ધ્યાનમાં આવી જેના પરિણામે ૪૧ કેસોમાં ૪.૬૩ કરોડનુ પ્રીમિયમ ઓછી વસુલાત થઇ.

કેગ રિપોર્ટમાં ટીપ્પણી કરવામાં આવી છે કે, સબ રજીસ્ટ્રાર કચેરી બાવળા દ્રારા બજાર કિંમતનુ અયોગ્ય રીતે ગણતરી કરવામાં આવતા એક કેસમાં રૂપિયા ૯૮ લાખની સ્ટેમ્પ ડયુટીની ઓછી વસુલાત થઇ હોવાનુ ધ્યાનમાં આવ્યું છે. મિલકતોની બજાર કિંમતના અયોગ્ય નિર્ધારણના કારણે ૨૮ દસ્તાવેજામાં ૧.૭૫ કરોડની સ્ટેમ્પયુટી ઓછી લેવામાં આવી છે.

કેગનું આર્થિક ક્ષેત્ર પર અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, સરકાર ૧૨મી પંચવર્ષીય યોજનામાં કલ્પના કરેલ ૯ નવા બંદરોના બાંધકામના કામોમાં વિભાગ નિષ્ફળ જવાના લીધે માછીમારોને સવલતો રાખવાથી વંચિત રખાયો. ગુજરાત સરકારે માછીમારી પ્રતિ બંધ સમય ગાળો અપનાવતું કોઈ જાહેરનામું ધારા ધોરણ જારી કરાયું નથી. ગુજરાત ફિસરીઝ વિભાગમાં ૫૧ ટકા જગ્યા ખાલી છે.

૧૯૭૮ માં રચાયેલી ઉચ્ચસ્તરીય બેઠક દ્વારા ભલામણ કરવા છતાં રાજ્ય સરકારે ભૂગર્ભ જળ માટે નો કાયદો ઘડવા માં આવ્યો જ નથી. ક્ષાર નિયંત્રણ માટે ની યોજના માં કામો ના અમલીકરણ ના વિલંબ ના કારણે આ યોજના નો ખર્ચ ૪૫૫ ટકા થી ઊંચો થઈ ગયો છે. મૂળ યોજના ૭૮૯.૧૨ કરોડની હતી તેની સામે માર્ચ ૨૦૧૭ સુધી ૧૦૪૫.૬૫ કરોડ ખર્ચ થઈ ચૂક્યો છે અને બાકી ના કામો માટે ૨,૫૪૪.૭૯ કરોડ નવો અંદાજ કરવા માં આવ્યો છે.

નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર મુદે ઓડીટમાં જાવા મળ્યું છે કે ૨૫થી ૩૯ વર્ષ સમય વીત્યા પછી પણ ચેક ડેમ અને કુવા રીચાજ સિવાય ના કામોની પ્રગતિ ખૂબ ધીમી છે દરિયા કિનારા ની જમીન ની પૂન પ્રાપ્ત માટે કોઈ મર્યાદિત પગલાં લીધા નથી.

સ્ટેમ્પ ડ્યુટીમાં ઓછી કારની નર કકરને રાજ્ય ની તિજારી ને ૯૯ કરોડનું નુકસાન થયું છે. કુલ ૧૦૩ કેસમાં ૯૯.૦૦ કરોડ ની ઓછી કારણરી કરવામાં આવી છે. નગર આયોજન યોજના હેઠળ એનુલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્‌સ માં સુધારો ના થતા ૬૭ કરોડ નું નુકસાન થયું છે.

કૌભાંડો છુપાવવા ભાજપ છેલ્લા દિવસે જ રિપોર્ટ મૂકે છે : કોંગ્રેસ

કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ઝ્રછય્ના રિપોર્ટની ચર્ચા ન થાય તે માટે તેને છેલ્લા દિવસે જ ગૃહમાં લાવવામાં આવે છે. જા કેગનો અહેવાલ વહેલો મુકાય તો તેના પર ચર્ચા થઈ શકે છે. પરંતુ કૌભાંડો છુપાવવા ભાજપ છેલ્લા દિવસે જ રિપોર્ટ મૂકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમે ગુજરાતના તમામ યુવાનોને કોંગ્રેસમાં જાડીશું.

લોકોની તકલીફ અંગે કોંગ્રેસ લડાઈ લડશે. કોંગ્રેસના સંગઠન અંગે ચર્ચા વિચારણાં કરીશું. હોશ અને જાશથી બુથ સુધીનું મેનેજમેન્ટ કરીશું. યુવાનોનું સંગઠન જે ખુટે છે ત્યાં યુવાનોને જાડીશું.

(જી.એન.એસ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY