વાયુ પ્રદુષણ, અવાજના પ્રદુષણ અને અબજો રૂપિયાના પેટ્રોલની આયાત ઘટાડવા માટેનો એક જ ઉપાય: ઈ બાઈક

0
103

સુરત,
વિશ્વમાં પેટ્રોલ-ડિઝલથી ચાલતા વાહનોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. આ વાહનો મોટા પ્રમાણમાં કાર્બન ઉત્સર્જન કરે છે, જેના કારણે વાતાવરણનું પ્રદૂષણ પણ દિન-પ્રતિદિન વધતું જાય છે. વાતાવરણનું પ્રદૂષણ વધવાને કારણે ગ્લોબલ વોર્મિંગ, કલાયમેટ ચેન્જ જેવી ગંભીર સમસ્યાનો સામનો સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. આ ઉપરાંત વિશ્વમાં વાહનોના અતિ વપરાશથી પેટ્રોલિયમ પેદાશોનો મર્યાદિત જથ્થો ખૂબ જ ઝડપથી ઘટી રહ્યો છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પેટ્રોલિયમ પેદાશોની આયાત વધવાને કારણે વિદેશી હુંડીયામણમાં વધારે ખર્ચ થઈ રહ્યો છે.
બેટરી સંચાલિત વાહનોના વપરાશ વડે ઉપરોક્ત સમસ્યાઓ હળવી કરી શકાય એમ છે. રાજ્યમાં પર્યાવરણના જતન માટે બેટરી વડે ચાલતા વાહનોના ઉપયોગ કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ માટે રાજ્ય સરકારે ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૧૬ માં અમલમાં મુકી છે. જેનો લાભ ૪૦૦૦ થી વધુ લોકોએ લીધો છે. અને અન્ય લોકોને પ્રેરિત કરીને નવો માર્ગ ચીંધી રહ્યા છે.
બેટરી ઓપરેટેડ વેહિકલ સબસીડી યોજના હેઠળ ઈ-બાઈક ખરીદવા ઇચ્છતા વિદ્યાર્થીને રૂપિયા ૧૦,૦૦૦ ની સહાય આપવામાં આવે છે. સામાન્ય રીતે ઈ-બાઈકની કિંમત રૂ.૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ હોય છે. આ યોજનાને બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર આ યોજનાને કોલેજના વિદ્યાર્થીઓ અને કાર માટે પણ સબસિડી ઉપલબ્ધ કરાવવાનું વિચારી રહી છે.
ઈ-બાઈકની વિશેષતાઓ જોઈએ તો:-
• વાહન બેટરી સંચાલિત હોવાથી પેટ્રોલ/ડીઝલ નો વપરાશ થતો નથી.
• અંદાજીત ૨૦ પૈસા પ્રતિ કિલોમીટર જેટલો વાહન ચલાવવાનો ખર્ચ થાય છે.
• મોટર વડે ચાલતું વાહન હોઈ ધૂમાડા તથા અવાજ રહિત પરિવહનનો વિકલ્પ પૂરો પાડે
છે.
• પ્રદૂષણ રહિત ઇકોફ્રેન્ડલી વાહન હોવાથી હાનિકારક ગેસ થી ફેલાતું હવાનું પ્રદૂષણ થતું
નથી. અવાજ રહિત હોવાથી અવાજનું પ્રદૂષણ થતું નથી.
• લો સ્પીડ (રપ કિ.મી./કલાક) તથા હાઈ સ્પીડ (૪૦ થી પ૦ કિ.મી/કલાક) એમ બે પ્રકારના બેટરી સંચાલિત ટૂ વ્હીલર્સ બજારમાં ઉપલબ્ધ છે.
• લો સ્પીડ (૨૫ કિ.મી/કલાક) વાહનોને ઓટોમોટિવ રિસર્ચ એસોશીએશન ઓફ ઈન્ડીયા (ARAI], નવી દિલ્હી દ્વારા ડ્રાઈવીંગ લાઈસન્સ તેમજ આર.ટી.ઓ રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે.
• મેઈન્ટેનન્સનો ખર્ચ ઓછો આવે છે.
• બેટરી સરળતાથી મોબાઈલની જેમ ચાર્જ કરી શકાય છે, તેમજ એક વખત ફૂલ ચાર્જ કરેલી
• દેખાવમાં અન્ય વાહનો જેવા જ આકર્ષક લાગે છે.
• વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ (મહિલાઓ) તથા સિનીયર સિટીઝન્સ માટે સલામત પરિવહનનો વિકલ્પ આપે છે.
• મુખ્યત્વે બેટરી (૧૨ વોટ,૨૦/ ૨૪ એમ્પીયર અવર, ૪નંગ) મોટર (રપ0 વોટ અને તેથી
વધુ) કન્ટ્રોલર, ચાર્જર જેવા મુખ્ય ભાગો દ્વારા કાર્ય કરે છે.
• બેટરી સંચાલિત ટુ વ્હીલર્સ ઉપરાંત શ્રી અને ફોર વ્હીલર્સ વાહનો પણ બજારમાં ઉપલબ્ધ

બેટરી સંચાલિત વાહનોને કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ઈલેકટ્રીક મોબિલિટી મિશન પ્લાન (NEMMP) હેઠળ અને ગુજરાતમાં જેડા (GEDA) દ્વારા પણ આ વાહનોને પ્રોત્સાહન આપવામાં આવે છે.
વિદેશોમાં આ પ્રકારની એક પહેલ ઓસ્ટ્રેલિયામાં ક્લીન એનર્જી ફાઇનાન્સ કોર્પોરેશન (CEFC) દ્વારા કરવામાં આવી છે, જેથી લોકોને ઇલેક્ટ્રિક કારના વપરાશ માટે સસ્તી લોન આપી પ્રોત્સાહિત કરી શકાય.
રાજ્ય સરકારની બેટરી સંચાલિત ટુ-વ્હીલર યોજના વર્ષ ૨૦૧૭-૧૮:
વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન કલાઇમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર તથા આ શહેરોનાં શહેરી વિકાસ સત્તામંડળ હેઠળના વિસ્તારની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બૅટરી સંચાલિત વાહનો (લો-સ્પીડ) તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને (લો-સ્પીડ તથા હાઇ-સ્પીડ ટુ વ્હીલર) ખરીદવા માટે રાજય સરકારની રૂ. ૧૦,000/- પ્રતિ વાહન સબસિડીપ્રાપ્ત યોજના અમલમાં મૂકી છે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ના જણાવ્યા અનુસાર ઈ-બાઈક પેટ્રોલનો વપરાશ ઘટાડવાની સાથે સાથે, અવાજ પ્રદુષણ પણ ઓછું કરે છે. આ ઉપરાંત ઈ-બાઈકને રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી. આથી વિદ્યાર્થીઓમાં ઈ-બાઈક ચાહના મેળવી રહી છે. ઈ બાઈક કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે ખુબ મહત્વનું માધ્યમ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY