ન્યુ દિલ્હી,તા.૨૭
પંજાબ નેશનલ બેન્કના ૧૪૦૦૦ કરોડના લોન કૌભાડમાં સંડોવાયેલા હીરા વેપારી મેહુલ ચોક્સીએ કેરેબિયન ટાપુ દેશ એન્ટીગુઆની નાગરિકતા કેમ લીધી તે અંગે જાતે જ એક નિવેદન આપ્યુ છે.
મેહુલ ચોકસીએ પોતાના વકીલ થકી આપેલા નિવેદનમાં કહ્યું છે કે હું મારા બિઝનેસને ફેલાવવા માંગતો હતો અને તે માટે એન્ટીગુઆનો પાસપોર્ટ મને મદદ રુપ થાય તેમ હતો.કારણકે એન્ટીગુઆની નાગરિકતાના કારણે ૧૩૦ દેશોમાં વગર વિઝાએ ટ્રાવેલ કરી શકાય તેમ છે.
મેહુલે કહ્યું હતું કે મારા પર જે પણ આરોપો લગાવાયા છે તે ખોટા છે.મેં કાયદેસર રીતે એન્ટીગુઆના નાગરિક બનવા માટે અરજી કરી હતી.આ માટેની તમામ શરતો પુરી કરી છે.
જાકે મેહુલે નિવેદનમાં ભારત છોડીને ભાગી જવા પાછળ કોઈ કારણ આપ્યુ નથી.તેણે કહ્યું છે કે મેં એન્ટીગુઆની નાગરિકતા લીધી છે અને આ દેશના તમામ કાયદાઓનુ હું પાલન કરીશ.
સીબીઆઈ દ્વારા મેહુલ ચોક્સીની નાગરિકતા અંગે એન્ટીગુઆ સરકાર સાથે વાત થઈ રહી છે.સરકારે કહ્યું છે કે જા ભારત તરફથી કોઈ વિનંતી કરવામાં આવે છે તો તેના પર એન્ટીગુઆ સરકાર વિચાર કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




