આસો માસના શુકલપક્ષની એકમથી નવમી સુધી નવરાત્રિ ઉજવ્યા બાદ દશમના દિવસે ભારતના લોકો વિજય પર્વ અથવા દશેરો ઉજવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે રામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ દિવસે રાવણની સાથે કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાઅો પણ બાળવામાં આવે છે. કોઈપણ કાર્યની સફળતા અને શત્રુઅો પર વિજય પ્રાપ્ત કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
આજે જા કોઈ શરીર-વિજ્ઞાન કે માનસ-શાસ્ïત્રી કે વિદ્વાનોને પૂછો તો તે એમ જ કહેશે કે દશ માથાવાળો કોઈ મનુષ્ય હોઈ શકે જ નહીં અને લંકા દેશના લોકો તો એમ કહે છે કે તેમના દેશના ઐતિહાસિક કાળમાં ‘રાવણ’ નામનો કોઈ રાજા થયો જ નથી. તો પછી રાવણ છે કોણ ? શું રાવણ થઈ ગયો ? કે પછી રાવણ હાલમાં જીવીત છે તો ક્યાં છે ? કયા સ્વરૂપે છે ? દશ શિસ (મસ્તક) શા માટે ? એનું રહસ્ય શું છે?
વાસ્તવમાં ‘રાવણ’ (પાંચવિકાર) અને ‘રામ’ (પરમ પિતા શિવ પરમાત્મા) બંને નામો એકબીજાથી વિરૂદ્ધ અર્થવાળા છે, ‘રાવણ’નો અર્થ છે. રડાવનાર, અને ‘રામનો અર્થ છે. હસાવનાર-લોભાવનાર-મનમોહક, વળી, સીતાનો જન્મ પૃથ્વીમાં દબાયેલા ઘડામાંથી થવાની વાત પણ આપણી વિવેક-બુદ્ધિ સાથે સુસંગત નથી કારણ કે આજે તો વંશવૃદ્ધિની ક્રિયાને લોકો વૈજ્ઞાનિક દૃષ્ટિથી જાણે છે, તો એવુ કહી શકાય કે ‘રામકથા’ એક ઉચ્ચ આધ્યાત્મિક સિદ્ધાંત અને વૃતાંતનો બોધ આપનારી કથા છે, જે ત્રેતાયુગના રાજારામના સંબંધિત નથી. પણ જગતના રચયિતા ‘રામ’ (નિરાકાર શિવ પરમાત્મા) સંબંધિત છે. કારણ ત્રેતાયુગી શ્રીરામના રાજ્યમાં તો દૈહિક, દૈવિક અને ભૌતિક દુઃખ-સંતાપો તો હતા જ નહીં, ત્યારે તો કોઈ અસુર આ ધરતી પર હતો જ નહીં કે જેનો વધ કરવો પડે.
જા આ દૃષ્ટિકોણથી આખી કથા પર વિચાર કરવામાં આવે તો આ સમસ્ત વિશ્વ જ સાગરથી ઘેરાયેલુ હોવાથી વિશાળ ટાપુ કે દ્વીપ (બેહદની લંકા) છે, પહેલા આ વિશ્વ સોનાનુ હતું. એટલે કે સુખ-ધન-ધાન્યથી સંપન્ïન હતું. આ પ્રમાણે આ સૃષ્ટિ પ્રાચીન કાળમાં સોનાની લંકા હતી. ધીરે-ધીરે અહીના નર-નારી નૈતિકતાના પતન તરફ વળ્યા. પરિણામે અહી ધર્મગ્લાનિ અને અધોપતનની સ્થિતિ પેદા થઈ. દરેક નર અને નારીના મન પર કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર નામના પાંચ પાંચ વિકારોનું રાજ્ય છવાઈ ગયું. તેનું જ પ્રતિક દસ માથાવાળો રાવણ બતાવવામાં આવે છે. કેમકે મુખને જ મનુષ્યના મનનું દર્પણ કહેવાય છે. એટલા માટે દશ મુખવાળુ પૂતળું બનાવવામાં આવ્યું. રાવણને ‘અસુર’ કહેવામાં આવે છે. વાસ્તવમાં અસુર કોઈ જાતિનું નામ નહીં પરંતુ પાંચ વિકારોને વશીભૂત માનવ જ ‘અસૂર’ છે. અને એ વિકારોને જીતવા માટે ‘નવરાત્રિ’, ના નવ દિવસ શક્તિનું આહવાન કરવામાં આવે છે. અને ઈશ્વરીય શક્તિ દ્વારા રાવણનું હરણ અર્થાતï્ રાવણ પર વિજય વિજયાદશમી મનાવવામાં આવે છે અને ત્યાર પછી આત્મા રૂપી દિપક જાગી જાય છે જેની ખુશીમાં ‘દિવાળી’નો તહેવાર મનાવવામાં આવે છે.
રામકથાને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જાઈએ તો, ધર્મગ્લાનિના સમયે મનને હર્ષિત કરનારા ગુણો પ્રાયઃ લુપ્ત હતા અર્થાત રામ ત્યારે વનવાસી હતા. ત્યારે દરેક આત્મા, રૂપી
આભાર – નિહારીકા રવિયા સીતા, પરમાત્મારૂપી રામને પોકારી રહી હતી. ત્યારે સીતાએ મર્યાદાનું અથવા મનથી લક્ષ્યરેખાïનું ઉલ્લંઘન કયુ* હતું અને માયારૂપી મૃગે આત્મારૂપી સીતાના મનને કપટ જાળમાં ફસાવી દીધું હતું. ત્યારે પાંચ વિકારો રૂપી રાવણે તેનું અપહરણ કયુ* અને તેને બંદી બનાવી ત્યારે આ સંસારના લોકો વાનર-સમાન થઈ ગયા હતા. ત્યારે નિરાકાર બાપ (પરમાત્મા) અવતરિત થયા. તેઅોએ વાનર સમાન કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારના પ્રભાવમાં દબાયેલા નરનારીઅો રૂપી વાનરોની સેના લીધી. તેમને શિસ્તબદ્ધ સંગઠિત કર્યા ને એમને યોગરૂપી શક્તિ આપી અને વાનરસેના દ્વારા તેમણે આસુરીલંકાનો વિનાશ કરાવ્યો અને રાવણનો વધ કરાવીને આત્મારૂપી સીતાને રાવણની કેદમાંથી છોડાવી. આ કલ્યાણકારી વૃતાન્તના આધાર પર આધ્યાત્મિક રામાયણ રચવામાં આવ્યું જે સમયાંતરે સ્વરૂપ-પરિવર્તન પામતુ ગયું.
આજે ફરીથી આ ભૂમંડલ રાવણની લંકા બની ગયેલું છે. આજે ફરીથી શરીરરૂપી પંચવટીમાં રહેનારા, આત્મારૂપી સીતાનું અપહરણ ભ્રષ્ટાચાર રૂપી રાવણે કયુ* છે. રાવણ રાજ્ય વિશે કહેવામાં આવે છે કે ત્યારે જલ, અગિ્ïન, વાયુ આદિ બધા રાવણને આધીન હતા. આજે પણ નળની ચકલી ખોલતા પાણી આવી જાય છે. બટન દબાવતા અગિ્ïન થઈ જાય છે. સ્વીચ અોન કરતા પવન વાય છે. કહે છે કે રાવણે એક એવી સીડી બનાવેલી હતી કે તે ચન્દ્રમાં સુધી પહોîચી શકતો હતો. આજે મનુષ્ય પણ અંતરીક્ષયાન દ્વારા ચંદ્ર જઈ ઉતરે છે. રાવણ રાજ્યમાં બસ એક જ ખામી રહી ગઈ હતી. મુર્દાને જીવંત કરી શકાતું ન હતું. બસ તે જ સ્થિતિ આજે છે. આજે કુંભકર્ણ જેવા સુસ્ત અને નિંદ્રાધીન લોકો પણ છે અને મેઘનાદ અર્થાતï્ વાદળો જેવી ભયાનકï, ધ્વનિસમ ગર્જના, રોબથી ડરાવનારા લોકો પણ છે. રામનું તો ફક્ત નામ જ છે. મન તો ‘કામ’ને જ આધીન છે. હવે સમજી લો કે હવે ફરીથી રાવણરૂપી વિકારોનો અંત નજીક છે.
આ પ્રમાણે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જાવામાં આવે તો રાવણ હજુ મર્યો નથી. દર વર્ષે લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચીને રાવણના પૂતળાને બાળે છે. પરંતુ રાવણ સ્વંય તો મનુષ્યના મનરૂપી સિંહાસન પર સવાર છે. આર્યની વાત તો એ છે કે લોકો દર વર્ષે રાવણના પૂતળાને વીતેલા વર્ષોની સરખામણીમાં વધુને વધુ ઉંચુ બનાવે છે અને બીજી તરફ ભ્રષ્ટાચાર, પાપાચારરૂપી રાવણ પણ મોટો થતો જાય છે.
રામકથાના ઉપરોક્ત આધ્યાત્મિક રહસ્યને સમજ્યા પછી સાચા અર્થમાં ‘રામ’ શિવપરમાત્માને આપણા હૃદયમાં (મનમાં) ઉતારી અને પાંચો વિકારો રૂપી રાવણને જ્ઞાનરૂપી ‘રામબાણ’થી મારીને યોગ અગિ્ïનથી જલાવીએ. તો જ રાવણનો નાશ થશે. અને સાચા અર્થમાં વિજયïા દશમી મનાવી શકીશું. નહીં તો હજુ રાવણ મૃત્યુ નથી પામ્યો, હજુ તો ફક્ત એનું પૂતળુ જ બળ્યું છે ?
બ્રહ્માકુમારી સોનલદીદી
આભાર – નિહારીકા રવિયા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



