યમુના એક્સપ્રેસ-વે કૌભાંડ : રાજ્ય સરકારે આપ્યા સીબીઆઈ તપાસના આદેશ

0
25

ન્યુ દિલ્હી,તા.૨૭
ઉત્તરપ્રદેશની યોગી સરકારે ૧૨૬ કરોડથી વધુના ગોટાળામાં યમુના એક્સપ્રેસ-વે ઓથોરિટીના પૂર્વ ઝ્રઈર્ં પી.સી.ગુપ્તા વિરુદ્ધ CEO તપાસની ભલામણ કરી છે.
જાણવા મળી રહ્યું છે કે, CBI તપાસમાં અન્ય કેટલાક મોટા નામો પર પણ કાર્યવાહી થઇ શકે છે. નોઇડા પોલીસે ગત મહિને પી.સી. ગુપ્તાની મધ્યપ્રદેશના દતિયા સ્થિતિ પીતામ્બરા મંદિરથી ધરપકડ કરી હતી.
જે બાદ યમુના એક્સપ્રેસ-વે ઓદ્યોગીક વિકાસ ઓથોરિટીના અધ્યક્ષ દ્વારા મામલાની CBI તપાસ કરાવવાની ભલામણ મોકલી હતી. જેને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંજુરી આપી હતી.
મુખ્યમંત્રીની મંજુરી બાદ મામલાની CBI તપાસ કરાવવાના ડોક્યુમેન્ટ ઔદ્યોગીક વિકાસ વિભાગે ગૃહ વિભાગને મોકલ્યા હતા. જે બાદ CBI તપાસ કરાવવા સંબંધિત પત્ર કેન્દ્ર સરકારેને ગૃહ વિભાગે મોકલી દીધો છે.
યમુના ઓથોરિટી ક્ષેત્ર હેઠળ મથુરામાં માસ્ટર પ્લાનથી બહાર જઇ જમીનની ખરીદી કરવામાં આવી હતી. ઓથોરિટીના તત્કાલિન CBI પી.સી.ગુપ્તા અને ઘણાં અધિકારીઓએ પોતાના સગા-સંબંધીઓને લાભ પહોંચાડવા ગોટાળો કર્યો હતો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY