ધોનીને ઓસી બોર્ડે માત્ર ૫૦૦ ડોલર આપતા ગાવસ્કરે આયોજકોનો ઉધડો લીધો

0
7

મેલબર્ન,તા.૧૯
પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયાને તે વાત માટે કડક શબ્દોમાં નિંદા કરી કે ભારતીય ટીમે ઐતિહાસિક સીરિઝ જીત્યા પછી પણ કોઇ રોકડ ઇનામની જાહેરાત કરી નહોતી. ભારતે ઓસ્ટ્રેલિયાને તેમની જ ધરતી પર પહેલી વખત દ્ધિપક્ષિય વનડે સીરિઝમાં ૨-૧થી હરાવી. ‘મેન ઓફ ધ મેચ’ યુજવેંદ ચહલ અને ‘મેન ઓફ ધ સીરિઝ’ મહેન્દ્રસિંહ ધોનીને મેચ બાદ ૫૦૦-૫૦૦ ડાલર (લગભગ ૩૫-૩૫ હજાર રૂપિયા) આપવામાં આવ્યા હતા.
ખેલાડીઓએ આ ઇનામી રકમને દાનમાં આપી દીધી હતી. ટીમના પૂર્વ બેટ્‌સમેન એડમ ગિલક્રિસ્ટે માત્ર વિજેતા ટ્રોફી ટીમને આપી હતી. ગાવસ્કરે મેજબાન ટીમ ઓસ્ટ્રેલિયાની નિંદા કરી અને તેમણે કોઇ રોકડ ઇનામ આપવામાં આવ્યું નહોતું. ગોવસ્કરે આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘૫૦૦ ડાલર શું છે, આ શરમજનક છે કે ટીમને માત્ર એક ટ્રોફી જ મળી. તે આયોજકો પાસે આવી આશા રાખી નહોતી. તેઓ ખેલાડીઓને સારી ઇનામી રકમ કેમ ના આપી શકે? આખરે ખેલાડીઓ જ રમતને આટલી મોટી રકમ (આયોજકો) અપાવે છે.
ગાવસ્કરે કહ્યુ, વિમ્બલ્ડન ચેÂમ્પયનશિપમાં આપવામાં આવતી રકમને એક વાર જાવો. તમને જણાવી દઇએ કે, ભારતે યુજવેંદ ચહલની ફિરકીના કમાલ બાદ ‘મેચ ફિનિશર’ મહેન્દ્રસિંહ ધોની અને કેદાર જાધવની વચ્ચે ચોથી વિકેટ માટે અણનમ ૧૨૧ રનની ભાગેદારીથી શુક્રવારે ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી હરાવી ત્રણ મેચોની સીરિઝ ૨-૧થી પોતાના નામે કરી હતી. ટેસ્ટ મેચોની સીરિઝ જીતીને ઇતિહાસ રચનાર ભારતીય ટીમે વનડે સીરિઝમાં પણ જીત હાંસલ કરી. અગાઉ પહેલી ટી-૨૦ આંતરરાષ્ટ્રીય સીરિઝ ૧-૧થી બરાબરી કરી હતી. વિરાટ કોહલીની ટીમે આ પ્રકારે ઓસ્ટ્રેલિયામાં એક પણ સીરિઝ ગુમાવી નથી અને આ શ્રેય હાંસલ કરનાર તે પહેલી ટીમ બની ગઇ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY