સુરત, તા.૮
વર્તમાન કેન્દ્ર સરકારે દેશને રસ્તા પર લાવી દીધો છે. આંતકવાદ પર કોઇ કાબુ નથી રહયો, બેરોજગારી વધી રહી છે. સરકાર ગાંધીનુ નામ તો લે છે પરંત આચરણ બીજુ જ કરે છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસના રાષ્ટÿીય ખજાનચી અહેમદ પેટલે વડોદ ખાતે યોજાયેલી કોંગ્રેસની સર્વધર્મ સંકલ્પ સભામાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.ઉધના ઝોનના વડોદ ખાતે શહેર કોંગ્રેસ અન્ય ભાષા-ભાષી સેલ દ્વારા સ્વ રીઝવાન ઉસ્માનીની જન્મ જયંતિ નીમિતે યોજાયેલી સર્વધર્મ સંકલ્પ સંમેલનમાં ઉપસ્થિત કોંગ્રેસના નેતાઅોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ ભાજપ માત્ર વોટ માટે ધર્મનુ રાજકારણ રમે છે અને કોંગ્રેસ તમામ ધર્મને સાથે રાખીને બિનસાં પ્રદાયિકતાની રાજનીતિ કરી દેશમાં કોમી એખાલસતાનુ વાતાવરણ બનાવે છે તેવો દાવો કરતા અહેમદ પટેલે જણાવ્યુ હતુ કે દેશને મજબુત બનાવવો હોય તો ભાઇચારાની ભાવનાનો પ્રચાર પ્રસાર કરવો પડશે. તેણે ઉતરભારતીયો દ્વારા ટ્રેનની માંગ સાથે કરેલી રેલીમાં પોલીસ દમનનો લ્લેખ કરતા જણાવ્યુ હતુ કે ટ્રેનની માંગણી કરતા લોકો પર આ સરકારે દમન કર્યુ હતુ પરંતુ અમે વધુમાં વધુ ટ્રેન મળે તે માટે પ્રયત્ન કરીશુ. આ સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાજબબ્બરે જણાવ્યુ હતુ કે વર્તમાન કેન્દ્ર સરકારની નીતિને કારણે સુરતમાં લુમ્સ ઉધોગ ખાડે ગયો છે. રાફેલ સોદામો હજારો કરોડ રૂપીયા ધોગપતિના ગજવામાં ગયા છે. તે હકીકત દેશ જાઇ રહયો છે. આ ઉપરાંત કેન્દ્રના નેતાઅો સુબોધકાંત સહાય, નદીમ જાવેદ, નીતિન રાઉત, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી, કદીર પીરજાદા, પુર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, શહેર કોîગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકા સહીતના નેતાઅો હાજર રહયા હતા. તેમજ કોંગ્રેસ આજાદીની લડાઇથી લઇને અત્યાર સુધી દેશમાં કોમી એકતા અને સામાજીક વિકાસ માટે કરેલા કાર્યોની વાત કરી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



