ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલ : ”મર્દ કો દર્દ નહીં હોતા”એ જીત્યો એવોર્ડ

0
19

લોંસ એંજલ્સ,તા.૧૮
મુંબઇના દિગ્દર્શક વાસન બાલાની ફિલ્મ ‘મર્દ કો દર્દ નહીં હોતા’ને ૪૩મા ટોરેન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રોલ્સ વ્યૂઅર્સ ચોઇસ એવોર્ડ’ મળ્યો છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’એ ડેવિડ ગોર્ડનની ‘ગ્રીન્સ હૈલોવીન’ અને સેમ લેવિન્સનની ‘અસાસિનેશન નેશન’ને પાછળ છોડી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ બંને ફિલ્મો બીજા અને ત્રીજા ક્રમ પર છે.
‘મર્દ કો દર્દ નહીં હોતા’ને  ‘મિડનાઇટ મેડનેસ’ સેશનમાં દર્શાવવામાં આવી હતી. રવિવાર બપોરે ફિલ્મને પુરસ્કાર મળ્યા બાદ દિગ્દર્શક બાલાએ જણાવ્યું કે, ‘મને હજુ સુધી વિશ્વાસ નથી થઇ રહ્યો. કદાચ મુંબઈ પરત જતી વખતે વિશ્વાસ થાય.’ ફિલ્મમાં નવોદિત અભિનેતા અભિમન્યુ દસ્સાની અને રાધિકા મદાને અભિનય કર્યો છે. દસ્સાનીએ એક એવા યુવકનું પાત્ર ભજવ્યું છે, જે એક રોગથી પીડિત છે, પરંતુ તેને તેનાથી પીડા નથી થતી.
‘ધ મેન હુ ફીલ્સ નો પેઇન’ અંગ્રેજી ટાઇટલ ધરાવતી આ ફિલ્મ ૭૦ અને ૮૦ ના દશકામાં માર્શલ આર્ટ પર આધારિત એક્શન કોમેડીથી ભરપૂર છે. બીજી તરફ લંડનમાં રહેનાર ભારતીય મૂળની સંધ્યા સૂરી દ્વારા દિગ્દર્શિત ભારતીય ફિલ્મ ‘ધ ફિલ્ડ’ને આઇડબ્લ્યુસી ઇન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ એવોર્ડ મેળવ્યો છે. તેમણે જણાવ્યું કે ‘આ આશ્ચર્યજનક બાબત છે કે ટીઆઈએફએફમાં ગ્રામીણ ભારતની એક મહિલા પર બનેલી ફિલ્મને માન્યતા મળી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY