મેલબર્ન,તા.૨૭
જાપાનઓમી ઓસ્ટ્રેલિયા ઓપનમાં વુમન્સ સિંગલ્સની વિજેતા બની છે. ફાઇનલમાં ઓસાકાએ ચેક ગણરાજ્યની પેટ્રા કિવતોવાને ૭-૬, ૫-૭, ૬-૪થી હરાવી હતી. ઓસાકા ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી જાપાનની પહેલી ખેલાડી છે. આ જીત મેળવ્યાં બાદ કાલથી શરૂ થનારી ડબલ્યૂટીએ રેન્કિંગમાં ટોપ પર પહોંચી જશે. તે ટેનિસમાં સિંગલ્સની વર્લ્ડ રેન્કિંગમાં ટોપ પર પહોંચનારી એશિયાની પહેલી ખેલાડી છે.
ઓસાકાએ ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બની છે, તે અગાઉ એટલે કે ગયા વર્ષે તે યૂએસ ઓપનમાં પણ વિજેતા બની હતી. સેરેના ૨૦૦૦માં યૂએસ ઓપન, ૨૦૦૩માં ઓસ્ટ્રેલિયા ઓપન અને ૨૦૦૮માં યૂએસ ઓપન, ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયા ઓપનની વિજેતા બની હતી. તે ઉપરાંત બેલ્જિયમની કિમ કિલસ્ટર્સ ૨૦૧૦માં યૂએસ ઓપન અને ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બની હતી. સેરેના અને કિમની જેમ ઓસાકાએ પણ યૂએસ ઓપનમાં જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ઓપનમાં પણ જીત મેળવી છે. તેથી ઓસાકાની સરખામણી કિમ અને સેરેના સાથે કરવામાં આવી રહી છે.
ઓસાકા અમેરિકાની જેનિફર કેપ્રિયાતી પછી બીજી ટેનિસ ખેલાડી છે. કેપ્રિયાતીએ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયન ઓપન અને ફ્રેન્ચ ઓપનના ફાઇનલમાં જીત મેળવી હતી. આ બંનેમાં જીત મેળવ્યાં પહેલા ઓસાકા કોઇ ગ્રાન્ડ સ્લેમથી ચોથા રાઉન્ડથી આગળ વધી શકી ન હતી. તે ગયા વર્ષે ઓસ્ટેલિયન ઓપનમાં ચોથા રાઉન્ડમાં હારી ગઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



