નેપાળના ક્રિકેટર રોહિત પાઉડેલે ૧૬ વર્ષની વયે ૫૫ રનની ઇનિંગ રમી સચિનનો રેકોર્ડ તોડ્યો

0
6

કાઠમાંડૂ,તા.૨૭
નેપાળલના રોહિત પાઉડેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ (પુરૂષો)માં સૌથી નાની ઉંમરમાં હાફ સેંચુરી બનાવવાનો રેકોર્ડ બનાવી લીધો છે. ૧૬ વર્ષ ૧૪૬ દિવસની ઉંમરમાં તેમણે સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) વિરૂદ્ધ ૫૫ રનની ઇનિંગ રમી. આ સાથે જ તેણે ‘ગોડ ઓફ ક્રિકેટ’ ભારતીય દિગ્ગજ સચિન તેંદુલકરનો ૨૯ વર્ષ જૂનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાંખ્યો છે.
પુરૂષ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય હાફ સેંચુરી લગાવવાની વાત કરીએ તો આ રેકોર્ડ સચિન તેંદુલકરનાં નામે હતો. જેમણે ૧૬ વર્ષ ૨૧૩ દિવસની ઉંમરમાં પાકિસ્તાન વિરૂદ્ધ ૫૯ રનની ઇનિંગ રમી હતી. આ મેચ ૨૩ નવેમ્બર ૧૯૮૯નારોજ પાકિસ્તાનનાં ફૈસલાબાદમાં રમાઇ હતી.
નેપાળના રોહિતે પાકિસ્તાનનાં શાહિદ અફરીદીના વન-ડે ઇન્ટરનેશનલમાં સૌથી યુવા હાફ સેંચુરીયનનો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાંખ્યો છે. અફરીદીએ લગભગ ૨૩ વર્ષ પહેલા ૧૬ વર્ષ ૨૧૭ની ઉંમરમાં નવ-ડે ઇન્ટરનેશનલમાં ૫૦નો આંકડો પાર કર્યો હતો. તેમણે મેચમાં ૧૦૨ રનની ઇનિંગ રમી હતી. ૧૯૯૬માં નૈરોબીમાં શ્રીલંકા વિરૂદ્ધ રમાયેલ મેચમાં તેમણે માત્ર ૩૭ બોલમાં સેંચુરી બનાવીને કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY