દેશને કલામના પંથે ચાલનારા યુવાનોની જરૂર છે : ઈન્દ્રેશ કુમાર

0
6

ઈન્દ્રેશકુમારે કહ્યું રામ મંદિરની સુનાવણી ટાળનાર જજના ઘર પર સાધુ-સંતો હલ્લાબોલ કરે
અલીગઢ,તા.૨૯
આરએસએસ નેતા ઈન્દ્રેશ કુમારે પંજાબ સરકારના મંત્રી નવજાતસિંહ સિંદ્ધુ, અભિનેતા આમિરખાન અને નસીરુદ્દીન શાહની તુલના રાજા જયચંદ્ર અને મીર જાફર સાથે કરીને ત્રણેયને ગદ્દાર ગણાવ્યા છે.
અલીગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્દ્રેશ કુમારે કહ્યું, ત્રણેય(સિંદ્ધુ, આમિર, શાહ) સારા અભિનેતા બની શકે છે. પરંતુ તેઓ દેશદ્રોહી હોવાથી સન્માનને લાયક નથી, આ તમામ મીર જાફર અને જયચંદ્ર જેવા છે.
કુમારે કહ્યું કે, ભારતને અજમલ કસાબ જેવા મુસ્લીમ યુવાઓની જરૂર નથી, ભારતને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જેવા લોકોની જરૂર છે. દેશને કસાબ, યાકુબ અને ઈસરત જહાં જેવા મુસ્લીમો નહિ, પરંતુ કલામનાં રસ્તે ચાલનારા મુસ્લીમોની જરૂર છે.
તેમણે કહ્યું કે સાધુ-સંતોએ રામ મંદિર કેસની સુનાવણી કરનાર જજના ઘર પર હલ્લાબોલ કરવું જોઈએ. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટના જજને લઈને ઈન્દ્રેશકુમાર ટિપ્પણી કરી ચૂક્યા છે.
તેમણે કહ્યું કે આપણે દેશમાં કાસબ, યાકુબ અને ઈશરત જહાં જેવા મુસલમાન જોઈતા નથી. આપણે કલામના રસ્તે ચાલનાર મુસલમાન જોઈએ છે. રામ મંદિર મુદ્દે તેમણે કહ્યું કે આ કેસને ટાળવા માટે મુખ્ય જવાબદાર કોંગ્રેસ છે. ત્યાર બાદ લેફ્ટ., કટ્ટરપંથી તાકાત અને જજ પણ જવાબદાર છે.
તેમણે કહ્યું કે સંતોએ કોંગ્રેસ, લેફ્ટ અને સુપ્રીમ કોર્ટના જજના ઘર પર ધરણાં કરવાં જાઈએ. સંઘના નેતાએ અપીલ કરી કે સરકાર આ મુદ્દા પર કાયદો બનાવવા માટે સંસદમાં ચર્ચા કરે અથવા અધ્યાદેશ લાવીને ખૂબ જ જલદી મંદિરનું નિર્માણ કરાવે.
અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે માંગણી કરી રહેલા સાધુ-સંતો તરફથી પ્રયાગરાગમાં ચાલી રહેલા કુંભ ૨૦૧૯માં પરમ ધર્મ સંસદની શરૂઆત થઈ ચૂકી છે. આ ધર્મ સંસદ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. ધર્મ સંસદની વચ્ચે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે રામનો જ્યાં જન્મ થયો હતો ત્યાં અમને પૂજા કરવા દેવી જાઈએ. ત્યાં મુસલમાનો કે બીજું કોઈ પણ બેઠું નથી તે નરસિંહ રાવની સરકારના સમયથી સરકારી ભૂમિ છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY