ભારત બંધ અને કરણી સેનાનાં વિરોધનાં માહોલ વચ્ચે આજે ફેસબુક ઉપર કોઇએ પદ્માવત ફિલ્મને સતત ૩૦ મીનીટ સુધી લાઇવ કરીને બંધ કરી દીધી હતી. આજે ભારે સુરક્ષા વચ્ચે ચાર જેટલાં રાજયો સિવાય ભારતભરમાં પદ્માવત ફિલ્મ રીલીઝ થઇ છે. ગુજરાતમાં ભલે ફિલ્મ પદ્માવત રીલીઝ ન કરાય હોય પરંતુ ધ પદ્માવત મુવી નામના ફેસબુક પેજ પરથી પદ્માવત ફિલ્મ ફેસબુક પર લાઇવ કરવામાં આવી છે. કોઇ એક દર્શકેતો થિયેટરમાં ફિલ્મ જોતા સમયે ફેસબુક મોબાઈલ પર ફિલ્મ લાઇવ કરી હતી.

ભલે ગુજરાતમાં ફિલ્મ રીલીઝ ન થઇ હોય પરંંતુ ફેસબુક પર ફિલ્મ પદ્માવતીને ગુજરાતમાં હજારો લોકોએ જોઇ હતી. જો કે આખરે ૩૦ મીનીટ સુધી લાઇવ કરાયા બાદ ફિલ્મને બંધ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આજ સવારથી કરણી સેના દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતુ ત્યારે કરણી સેનાના પ્રતિબંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરંતુ રાજયભરમાં અલગઅલગ શહેરમાં ફિલ્મ પદ્માવતના વિરોધને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"
Aakhare padmaavat relies thai khari…..!!!