કારમી મોંઘવારીમાં શૈક્ષણિક સામગ્રીમાં તોતિંગ ભાવ વધારો

0
8

પેન્સિલથી માંડી સ્કૂલ બેગ સુધીની ચીજવસ્તુમાં ૨૦ïથી ૨૫ ટકાનો ભાવ વધારો ઝીંકાતા વાલીઓની ચિંતા વધી
સુરત, તા. ૧૩

ગત તા.૧૦મી જુન સોમવારથી ફરી સ્કૂલનો ધમધમાટ શરુ થઇ ગયો હોવાથી સૌથી વધુ ચિંતામાં વાલીઓ મુકાઇ ગયા છે. બાળકોએ વેકેશનમાં ખિસ્સા હળવા કરી દીધા બાદમાં વેકેશન ખુલતા જ સ્કૂલ ફી, યુનિફોર્મ, બુટ, વોટરબેગ, રિક્ષાભાડાએ કરેલા ભાવ વધારામાં મધ્યમ વર્ગને તો બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે.
શાકભાજી, પેટ્રોલ, રાંધણગેસના સહિતના જીવન જરુરી ચીજવસ્તુઓ ભાવ વધારા બાદ મોંઘવારી છેડો છોડવાનું નામ નથી લેતી ત્યારે સ્કૂલે ભણવા જતા વિદ્યાર્થીની તમામ જરુરી વસ્તુઓના ભાવોમાં ર૦ થી રપ ટકાનો વધારો થતા વાલીઓના હોંશ ઉડી ગયા છે. મોંઘવારીએ એવો ભરડો લીધો કે એક સંતાન દીઠ રૂપિયા ૧૦ હજારથી વધુ ખર્ચ થઇ રહ્યો છે. મધ્યમ વર્ગને બે છેડા ભેગા કરવામાં રીતસર પરસેવો પડી રહ્યો છે.
ગત તા.૧૦મી જુન સોમવારના રોજ થી ૨૦૧૯-૨૦નું નવુ શૈક્ષણિક સત્ર શરુ થઇ ગયું છે. સુવારથી જ શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ ધમાલ અને શોર બકોર સાંભળવા મળ્યા હતા. બાળકોના મોજ મજાના દિવસો પૂર્ણ થતા બાળકો દફતર સામે સ્કૂલે જતા જાવા મળ્યા હતા. દોઢ મહિનાનું ઉનાળુ વેકેશન પૂર્ણ થતા જ આજથી શાળાઓણાં વિદ્યાર્થીઓનો કલબલાટ જાવા મળ્યો હતો. ત્યારે ૨૦૧૯-૨૦ના વર્ષમાં કુલ ૨૪૬ દિવસનું શિક્ષણ કાર્ય મેળવશે. તેમાં પ્રથમ સત્રમાં ૧૦૪ અને બીજા સત્રમાં ૧૪૨ દિવસનું શિક્ષણ મેળવશે આખા વર્ષમાં રવિવારની ૪૪ રજા હોવાની સાથે ૧૮ જાહેર રજાનો સમાવેશ થાય છે. સ્કૂલમાં વેકેશન પૂર્ણ થતા વાલીઓની ચિંતામાં વધારો જાવા મળ્યો છે. કારણ કે આવી મોંઘવારીમાં કપડા, ચોપડા, નોટબુક, બેગ સ્કૂલ ફી સહિતમાં રપ ટકાનો વધારો કરી દેતા સ્કૂલ ખુલતા જ વાલીઓાં ખીસ્સા ખાલી કરી ગયું હતું.
સુરત શહેરમાં કાગઝી ટ્રેડર્સની સ્થાપના ૧૯૯પથી થઇ હતી ત્યારે જે ધોરણ (સ્ટાન્ડર્ડ) ની બુકનો સેટ રપ થી ૩૦ રૂપિયામાં આવતો હતો તે જ ધોરણ (સ્ટાન્ડર્ડ) ની બુકનો આજે ભાવ રપ૦ થી ૩૦૦ જેટલું થઇ ગયું છે. આ પાછળનું કારણ મોંઘવારી અને દર વર્ષે જે અભ્યાસક્રમો બદલાય છે તેના કારણે બુકો પણ બદલાય છે. તેની સરખામણીએ ગત વર્ષ કરતા આ વર્ષે ૧પ થી ર૦ ટકાનો વધારો ઝીંકાયો છે. જ્યારે ખાનગી સ્કૂલના પુસ્તક, પ્રકાશનોએ પણ તોતિંગ વધારો કર્યો હોવાનું જાણવા મળે છે. નોટબુક અને પુસ્તકોમાં ભાવ વધારાની વાલીઓની કફોડી હાલત થઇ ગઇ છે.
સ્કૂલ યુનિફોર્મમમાં ૨૦ ટકાથી વધુનો ભાવ ઝીંકાયો
યુનિફોર્મમાં પણ ર૦ ટકાનો વધારો નોંધાયો છે. સૌથી વધુ આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રમાં ૩૦૦ થી ૪૦૦ રૂપિયાનો વધારો યુનિફોર્મમાં ઝીંકવામાં આવ્યો છે. જેનું કારણ કાપડ મોંઘુ, દોરી મોંઘી, મજુરી મોંઘી થઇ હોવાનું જાણવા મળે છે.વાલીઓને બે જાડી ડ્રેસ, પીટી માટે સફેદ ડ્રેસ, બેલ્ટ, મોજા સાથે વાલીને ૩૦૦ થી ૪૦૦ રૂપિયાનો વધારો ભોગવવો પડશે. નવા સત્રમાં વિદ્યાર્થીઓ સ્કૂલબેગ અને વોટરબેગ લેવાની જરુર હોય છે, તેનો લાભ વેપારીઓએ ઉઠાવ્યો હોય તેમ કહીએ તો નવાઇ નહીં. બજારમાં બેગ, વોટરબેગ, લંચ બોક્સમાં ૪૦ થી પ૦ રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે આમ, વાલીઓને બેગ અને વોટરબેગ પાછળ ર૦૦ રૂપિયાનો વધારાનો ખર્ચ ભોગવવો પડ્યો હોવાનું પરફેક્ટ યુનિફોર્મના સંચાલક અબ્દુલઅઝીમ અ.હકીમ પરફેક્ટવાલાએ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY