ત્રિપુરાનાં રાજ્યપાલે વાજપેયીના નિધન પહેલા શ્રદ્ધાંજલિ આપી ભાંગરો વાટ્યો

0
13

અગરતલા,તા.૧૬
ત્રિપુરાનાં રાજ્યપાલ તથાગત રોયએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનાં નિધન પૂર્વે જ શ્રદ્ધાંજલિ આપીને ભાંગરો વાટ્યો હતો. રાજધાની દિલ્હીમા દાખલ ભારતનાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સ્થિતી હજુ પણ ગંભીર છે.  દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે જેમાં તેમની સ્થિતિ અંગે જાણકારી આપવામાં આવી છે. વાજપેયીની સ્થિતિ અત્યંત નાજુક છે.આની વચ્ચે જ ત્રિપુરાનાં રાજ્યપાલ તથાગત રોયએ ટ્‌વીટ કરીને પૂર્વ વડાપ્રધાનનાં નિધન પર શોક વ્યકત કર્યો છે. જાકે બાદમાં રોયએ પોતાની ભૂલ સ્વીકારી અને ટ્‌વીટને ડિલીટ કરી હતી અને માંફી પણ માંગી હતી.
તથાગત રોયએ અટલજીને શ્રદ્ધાંજલિ આપતા ટ્‌વીટમાં લખ્યું કે , ભારતનાં પૂર્વ વડાપ્રધાન, શ્રેષ્ઠ પ્રવક્તા અને ૬ દાયકા સુધી ભારતીય રાજકારણનાં તેજસ્વી તારા રહ્યા છે, ડાકટર શ્યામા પ્રસાદ મુખર્જીનાં ખાનગી સચિવનાં રૂપમાં પોતાની શરૂઆત કરનારા અત્યંત બુદ્ધિમાન, વિનમ્ર અટલ બિહારી વાજપેયીનો નિધનનું થઇ ગયું છે. ઓમ શાંતિ! રોયની આ ટ્‌વીટ બાદ લોકોએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ રાજ્યપાલ રોયએ પોતાની ભૂલને સમજી તેમણે ટ્‌વીટ ડીલીટ કરી માંફી માંગી હતી. રોયએ બીજી ટ્‌વીટ કરી લખ્યું કે, મને માફ કરજા. મેં ટીવી રિપોર્ટનાં આધાર પર ટ્‌વીટ કરી હતી અને મેં આ રીપોર્ટને સાચો માન્યો હતો. અત્યાર સુધી કોઇ સત્તાવર સૂચના આવી નથી, મેં મારી ટ્‌વીટને ડિલીટ કરી દીધી છે. એક વાર ફરી મને માફ કરજા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY