રાજકોટ,તા.૩૧
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ની બોર્ડ બેઠક મળી હતી. જેમાં ૨૦૧૯-૨૦ના ૩૫૦ કરોડના બજેટને લીલીઝંડી આપી છે. તેમજ રિંગ રોડ- ૩ને સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ હતી. મંજુર કરાયેલો રિંગરોડ ૮૧ કિલોમીટર લાંબો હશે. જે ૨૯ ગામોમાંથી પસાર થશે. રાજકોટ શહેર તરફ આવતો બારોબારનો ટ્રાફિક સીધો ડાઇવર્ટ થઇ શકશે.
રૂડા ખાતે મળેલી બેઠકમાં અધિકારીગણ જ હાજર રહ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેન ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં રાજકોટનાં વિકાસ માટે અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં હતા. જેમાં મુખ્ય કાલાવડ રોડ પર આવેલ મોટામોવા બ્રિજને મોટો કરવો અને નવી ૩૬ ટીપી સ્કિમોની રચના માટે મંજૂરી અને રૂડાના આસપાસના ગામોમાં સ્વચ્છતાને લઇને ટીપરવાન આપવાની મંજૂરી આપાવામાં આવી હતી. આ ઉપરાંત પ્રથમવાર આગામી વર્ષનું ૩૫૦ કરોડથી વધુનું બજેટ બનશે તેવું ચેરમેને જણાવ્યું હતું.
નવો બનનારો રિંગ રોડ ૯૦ મીટર પહોળો હશે. તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે કનેકિટવિટી આપવામાં આવશે. નોંધનીય છે કે રાજકોટની આસપાસ આવેલા આશરે ૫૨ જેટલા ગામોનો રૂડામાં સમાવેશ કરાયો છે.
રિંગ રોડ ચાર સ્ટેટ હાઇવે અને બે રાષ્ટ્રીય ધોરીમાર્ગને જાડશે. એટલું જ નહીં રિંગ રોડ-૩ માટે છ જેટલા નાના મોટા બ્રિજ પણ બનાવવામાં આવશે. આ બ્રિજનું કામ ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેમાં શરૂઆતમાં અમદાવાદથી આવતા હાઇવેને જામનગર રોડ સાથે જાડવામાં આવશે. બાદમાં જામનગર રોડ સાથે કાલાવડ તરફ જતા રોડને જાડવામાં આવશે. ત્રીજા ફેઝમાં કાલાવડ રોડને ગોંડલ તરફ જતા હાઇવે સાથે જાડવામાં આવશે. ચોથા અને અંતિમ ફેઝમાં ગોંડલ તરફ જતા રોડને અમદાવાદથી આવતા રોડ સાથે જાડી દેવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




