ભારતીય પ્લેયરો પર ઓસી દર્શકોએ રંગભેદી ટિપ્પણીઓ કરતા વિવાદ

0
59

મેલબર્ન,તા.૨૮
ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતનો હાથ ઉપર છે ત્યારે એમસીજી પર કેટલાક ઓસી દર્શકોએ ભારતીય ખેલાડીઓ પર રંગભેદી ટિપ્પણીઓ કરી હોવાનો દાવો એક ક્રિકેટિંગ વેબસાઈટે કર્યો છે.
આ મામલો વધારે વિવાદ સર્જી શકે છે.જેના કાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ દર્શકોના એક વર્ગને ચેતવણી પણ આપી છે.વેબસાઈટે દાવો કર્યો છે કે ભારતના ખેલાડીઓને ટાર્ગેટ કરીને થયેલી કોમેન્ટસના ફૂટેજ પણ છે અને તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવ્યા છે.
એમસીજીના એક સ્ટેન્ડમાંથી દર્શકો ભારતીય ખેલાડીઓને સંબોધીને તમારો વિઝા બતાવો. જેવી બૂમો મારતા સંભળાતા હતા.ઓસ્ટ્રેલિયન બોર્ડે દર્શકોને મેદાનમાંથી બહાર કાઢવાની પણ ચીમકી આપી છે.
બોર્ડના પ્રવક્તાએ કહ્યું છે કે પોલીસ અને સિકિયુંરિટી દર્શકોના વ્યવહાર પર નજર રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો એક વર્ગે હુરિયો બોલાવ્યો હતો.ઓસી ખેલાડી મિશેલ માર્શને સ્થાનિક પ્લેયર હેન્ડકોમ્બની જગ્યાએ લેવામાં આવતા પ્રેક્ષકોએ તેનુ પણ હૂટિંગ કર્યુ હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY