૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે મહાગઠબંધન થશેઃ શરદ પવાર

0
13

મુંબઈ,તા.૨૪
વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણી ભાજપ માટે આકરો પડકાર બનવાની છે કારણકે તેની સામે બધી વિરોધી પાર્ટીઓ એકબીજાની સાથે આવવાની તૈયારીમાં છે. જો કે એ એટલુ સરળ નથી પરંતુ બધા વિરોધી દળોની પ્રાથમિકતા હાલમાં ભાજપને હરાવવાની છે અને આ કારણે વિપક્ષી રાજકીય પાર્ટીઓ ભાજપને સત્તામાંથી હટાવવા માટે નવા નવા સમીકરણો બનાવી રહી છે. મહારાષ્ટ્ર પણ આ વાતથી અળગુ નથી. ત્યાં પણ એનડીએ સરકારને હરાવવા માટેની રણનીતિ બનાવવામાં આવી રહી છે.
અહીં સત્તારુઢ ભાજપ સામે કોંગ્રેસ અને એનસીપીએ હાથ મિલાવી લીધો છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે મહાગઠબંધન થશે. તેમણે કહ્યું કે મહાગઠબંધન ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે છે જેમાં મજબૂત સ્થાનિક દળોને સીટની વહેંચણીમાં મોટી ભાગીદારી મળવાની સંભાવના છે. પવારે પૂર્વી મહારાષ્ટ્રના ગોંદિયામાં કોંગ્રેસ અને રાકાંપા કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા બાદ મરાઠી ભાષમાં પોતાના અધિકૃત ટ્વિટર અકાઉન્ટ પર આ એલાન કર્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY