મેલબર્ન,તા.૧
ફોનમાં “ચાઇલ્ડ પોર્ન”ના વીડિયો તેમજ અન્ય અશ્લીલ સામગ્રી હોવાના ગુનામાં ઓસ્ટ્રેલિયન કોર્ટે એક ભારતીય પ્રવાસીને બે મહિનાની જેલની સજા ફટકારી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે વ્યÂક્તને ગુરુવારે સજા ફટકારવામાં આવી હતી. AAP (ઓસ્ટ્રેલિયન એસોસિએટ પ્રેસ)ના જણાવ્યા પ્રમાણે ૩૨ વર્ષીય મનપ્રીત સિંઘને સજા પૂરી થયા બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે.
મનપ્રીત સિંઘ કુઆલાલુમ્પુરથી પર્થ ગયો હતો. બેગેજ સર્ચ દરમિયાન તેના ફોનની તપાસ કરવામાં આવી હતી, આ દરમિયાન તેના ફોનમાંથી હેવાનિયભર્યા તેમજ ધ્રુણાસ્પદ હોય એવા કુલ નવ વીડિયો મળી આવ્યા હતા. મનપ્રીત સિંઘના બે મોબાઇલ ફોનમાં આ વીડિયો રાખવામાં આવ્યા હતા.
બાદમાં મનપ્રીત સિંઘને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને તેના પ્રવાસી વિઝા રદ કરી દેવામાં આવ્યા હતા. પોલીસને પૂછપરછ દરમિયાન મનપ્રીત સિંઘે જણાવ્યું હતું કે તે જાણતો હતો કે ચાઇલ્ડ પોર્નોગ્રાફી ભારત અને ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધિત છે. પરંતુ તેની પાસે જે વીડિયો હતા તે આ કેટેગરીમાં આવે છે તેની તેને ખબર ન હતી. મનપ્રીત સિંઘ સામે પર્થ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કાર્યવાહી ચાલી હતી, ગુરુવારે કોર્ટે તેને બે મહિનાની સજા સંભળાવી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



