મેલબોર્ન,તા.૨૫
હનુમા વિહારી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બુધવારથી શરૂ થઈ રહેલા મેલબોર્નમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકા ભજવશે. જેના પર પસંદગી સમિતિના અધ્યક્ષ એમએસકે પ્રસાદે આશ્વાસન આપ્યું કે, તે નવી જવાબદારીમાં અસફળ રહે તો, તેને મધ્યમક્રમમાં પૂરી તક મળશે. લોકેશ રાહુલ અને મુરલી વિજય નિષ્ફળ રહ્યાં બાદ ટીમ મેનેજમેન્ટે પર્દાપણ કરી રહેલા મયંક અગ્રવાલની સાથે વિહારીને ઈનિંગની શરૂઆત કરવા માટે પસંદ કર્યો છે.
પ્રસાદને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું આ વિહારી સાથે ખોટુ નથી, કારણ કે, તેણે અત્યાર સુધી માત્ર બે ટેસ્ટ રમી છે અને ડોમેસ્ટિક ક્રિકેટમાં તે નિયમિત રીતે ઈનિંગની શરૂઆત કરતો નથી. પ્રસાદે કર્યું, આગામી બે ટેસ્ટમાં જા તે ઓપનિંગ બેટ્સમેનની ભૂમિકામાં નિષ્ફળ રહે તો પણ તેને મધ્યમક્રમમાં પૂરી તક મળશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્ર માટે રમતા વિહારીને નજીકથી જાનારા પ્રસાદે કહ્યું, તેની પાસે નવા કૂકાબૂરા બોલનો સામનો કરવા માટે સારી ટેકનિક છે.
તેણે કહ્યું, તે સારો છે, ટેકનિકલ રૂપે અમને લાગ્યું કે, વિહારીમાં ક્ષમતા છે. તેવા ઘણા અવસર રહ્યાં છે, જ્યારે ટીમની જરૂરીયાત પ્રમાણે ચેતેશ્વર પૂજારાએ પણ ઈનિંગની શરૂઆત કરી છે. ટીમને અત્યારે તેની જરૂરીયાત છે અને હું નિશ્ચિત રૂપે ખારતી છે કે, તે સફળ રહેશે. હું કહી શકુ છું કે, આ લાંબા સમય માટે સમાધાન નથી. વિહારીની જેમ પ્રસાદને પણ ૧૯૯૯મા આવી જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે બ્રેટ લીના નવા બોલનો સામનો કરવામાં અસફળ રહ્યો હતો. તેણે કહ્યું કે, વિહારીએ આ તકને અવસરના રૂપમાં લેવી જાઈએ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




