પાણી ભરાવાના લીધે એક વિસ્તાર બને છે બેટ, દુકાનદારો સહિત આવવા જવા માટે લોકોને પડી રહી છે મુશ્કેલીઓ

0
112

ભરૂચ:
ભરૂચ નગર પાલિકા વોર્ડ નંબર ૭ ના વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષમાં અવાર નવાર પાણીની ટાંકી ઓવર ફ્લો થવાથી આજુ બાજુનો વિસ્તાર બેટમાં ફેરવાયો છે ભરૂચના વોર્ડ નંબર ૭ માં આવેલ ફલશ્રુતિ નગરમાં આવેલ રતન નગર કોમ્પ્લેક્ષમાં અવાર નવાર આ કોમ્પ્લેક્ષની પાણીની ટાંકી ઓવર ફ્લો થવાથી બાજુમાં આવેલ રતન નગર શોપિંગના અને આજુ બાજુના એરિયામાં પાણી ફરી વળતા બેટ જેવો માહોલ સર્જાયો છે.આજુ બાજુમાં આવેલ હોસ્પિટલ અને દુકાનદારો ને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.વારંવાર રતન નગર કોમ્પ્લેક્ષના સંચાલકોને રજૂઆતો કરવા છતાં પણ આંખ આડા કાન કરે છે.રોજ સાંજના પાણીની મોટર ચાલુ કરી બંધ કરવાની ભૂલી જાય છે જેના કારણે ટાંકી ઓવર ફ્લો થવાના કારણે પાણી ભરાઈ જાય છે.ભરૂચ નગર પાલિકાને પણ રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરવમાં આવતાં સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.અને જો વહેલી તકે આ પાણીને બંધ નહીં કરવામાં આવે તો શોપિંગના લોકો ભેગા થઈને આ પાણીનું કનેક્શન બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY