પલસાણાના જાળવા ગામે ગાળ બોલવાના મુદ્દે સળીયા વડે હુમલો

0
6

ઠપકો દેવા જતા ઉશ્કેરાટમાં થયેલી મારામારીમાં એક હોસ્પિટલમાં દાખલ
સુરત, તા.૨૩
પલસાણા તાલુકા ની જાળવા ગામે આવેલ સોસાયટીમાં ઘર પાસે બેઠેલા ત્રણ સભ્યો ઉપર ગતરોજ ત્રણ ઈસમોએ અપશબ્દ ન બોલવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાઈ જઈ સળીયા અને લાકડાના ફટકાથી હુમલો કરી માર મારી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોîધાઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જાળવા ગામે આવેલ આરાધના ડ્રીમ સોસાયટી વિભાગ-૨ના મકાન નંબર ૧૧૨માં યોગેશબાઈ ચતુરભાઈ ભાભરે રહે છે. ગઈકાલે ઘરના અોટલા પર બેઠા હતા. ત્યારે તેજ સોસાયટીમાં મકાન નં.૩૦૮માં રહેતા મૂળ યુપીના ભાટાબાઈ અને તેમના બે સાગરીતો યોગેશભાઈના ઘર પાસે આવી ગાળ ગલોચ કરતા હતા. ત્યારે તેમને ઘર પાસે અપશબ્દ ન બોલવા બાબતે ઠપકો આપ્યો હતો. જેથી ભાટાભાઈ અને બે સાગરીતોએ ઉશકેરાઈ જઈ સળીયા તેમજ લાકડાના ફટકાથી હુમલો કરી ઢોર માર મારી યોગેશભાઈ તથા તેમના ભાઈ નીતિન અને તેમની માતા સુનંદા સહિત ત્રણેયના શરીરના ભાગે ગંભીર ઈજાઅો પહોîચાડી ભાગી ગયા હતા. જેથી ઈજાગ્રસ્તોને સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે યોગેશભાઈની ફરિયાદના આધારે પલસાણા પોલીસે મારામારીનો ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY