મેરઠ,તા.૨૭
લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે વડાપ્રધાને આજથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ આજે મેરઠમાં એક જનસભાને સંબોધી. તેમની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય નેતાઓ પણ મંચ પર હાજર હતાં. પીએમ મોદીનું ભાજપના કાર્યકર્તાઓએ ફૂલનો હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ખીચોખીચ ભરેલા મેદાનના મંચ પરથી કહ્યુ કે ‘જેમને ૨૦૧૯નો જનાદેશ જાવો હોય તે આ જનસેલાબ જાઈ લે.’ તેમણે મંચ પરથી કહ્યુ કે આ વખતે ભાજપની સરકાર બનવાનું નક્કી જ છે. પીએમ મોદીએ કÌšં કે ‘જમીન હોય કે આકાશ, કે પછી અંતરીક્ષ… સર્જિકલ સ્ટ્રાઈકનું સાહસ તમારા આ ચોકીદારની સરકારે કરીને દેખાડ્યું છે. આ વર્ષે અમને ૨૦૧૪ કરતા પણ મોટી જીત મળશે.
પીએમ મોદીએ વિપક્ષ પર જારદાર પ્રહારો કર્યાં. તેમણે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને આરએલડીના ગઠબંધનને ‘શરાબ’ ગણાવ્યું. તેમણે કહ્યું કે સપાનો શ, રાષ્ટ્રીય લોક દળનો આર અને બસપાના બથી બચીને રહો. કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
તેમણે કહ્યું કે આજે એક બાજુ વિકાસનો નક્કર આધાર છે, બીજી બાજુ ન નીતિ છે ન વિચાર, કે ન નિયત છે. આજે એક બાજુ નવા ભારતના સંસ્કાર છે અને બીજી બાજુ વંશવાદની બોલબાલા છે. આજે એક બાજુ નવા ભારતના સંસ્કાર છે તો બીજી બાજુ વંશવાદ અને ભ્રષ્ટાચારનો વિસ્તાર છે. એક બાજુ દમદાર ચોકીદાર છે તો બીજી બાજુ કલંકિતોની ભરમાર છે. પીએમ મોદીએ કહ્યુ કે ૫ વર્ષ પહેલા જ્યારે મેં તમારી પાસે આશીર્વાદમાંગ્યા હતાં ત્યારે તમે ભરપૂર પ્રેમ આપ્યો. મેં કહ્યું હતું કે તમારા પ્રેમને હું વ્યાજ સાથે પાછો આપીશ અને જે કામ મેં કર્યું છે તેનો હિસાબ આપીશ અને સાથે સાથે બીજાનો હિસાબ પણ લઈશ. જ્યારે હું બેંક ખાતા ખોલાવડાવતો હતો તો કેટલાક બુદ્ધિજીવીઓ કહેતા હતાં કે દેશમાં બેંક જ નથી તો ખાતાથી શું થશે. જે લોકો ૭૦ વર્ષમાં ગરીબના ખાતા નથી ખોલાવી શકિયા તેઓ આજે કહે છે કે ખાતામાં પૈસા નાખશે.
પીએમ મોદીએ કહ્યું કે બધા મહામિલાવટી લોકો કોણ પાકિસ્તાનમાં વધુ પોપ્યુલર બનશે તેની પ્રતિસ્પર્ધામાં લાગ્યા છે. ત્યાંના મીડિયામાં છવાયેલા છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે હિન્દુસ્તાનના હીરો જોઈએ કે પછી પાકિસ્તાનના? તેમણે કહ્યું કે હું દેશ માટે મારું બધુ દાવ પર લગાવવા માટે તૈયાર રહેનાર વ્યકિત છું. કોઈ પણ રાજકીય દબાણ, કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ તમારા આ ચોકીદારને ડગાવી શકશે નહીં અને ડરાવી શકશે પણ નહીં.
તેમણે એર સ્ટ્રાઈક પર પુરાવા માંગનારા લોકો ઉપર પણ આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે વિપક્ષ રડે છે કે મોદીએ પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને કેમ માર્યું. મહાગઠબંધનના નેતા પાકિસ્તાની મીડિયામાં છવાયા છે. ૨૬ ફેબ્રુઆરીથી આતંકીઓ થરથર કાંપી રહ્યાં છે. હવે દેશ જણાવે કે તેમને સબૂત (પુરાવા) જાઈએ કે સપૂત જાઈએ. પીએમ મોદીએ વિપક્ષ પર હુમલો કરતા કહ્યું કે જ્યારે દિલ્હીમાં આ મહામિલાવટી લોકોની સરકાર હતી તો છાશવારે દેશના અલગ અલગ ભાગોમાં બોમ્બ વિસ્ફોટ થતા હતાં. આ આતંકીઓ પણ જાત અને ઓળખ જાતા હતાં અને તેના આધારે ઓળખ કરીને કોને બચાવવાના અને કોને સજા આપવાની તે નક્કી કરતા હતાં.
પીએમ મોદીએ યુપીમાં થયેલા સપા બસપા ગઠબંધન પર આકરા પ્રહારો કર્યાં. તેમણે કહ્યું કે વંશવાદ અને ભ્રષ્ટાચાર માટે યુપીમાં ગઠબંધન થયું છે. ઉત્તર પ્રદેશમાં જે પાર્ટીના નેતાઓને જેલમાં મોકલવા માટે, બહેનજીએ જીવનના ૨ દાયકાઓ લગાવી દીધા તેની સાથે જ હાથ મિલાવી દીધા છે. જે પક્ષના નેતા બહેનજીને ગેસ્ટ હાઉસમાં ખતમ કરવા માંગતા હતાં, તેઓ આજે તેમના સાથી બની ગયા છે. તેમણે કહ્યું કે હજુ ગત ચૂંટણીમાં યુપીએ ૨ છોકરાનો ખેલ જાયો અને ૨ છોકરાઓમાંથી બુઆ બબુઆ સુધી પહોંચવામાં જે ઝડપ દેખાડવામાં આવી છે તે ખુબ ગજબ છે.
તેમણે કહ્યું કે ફક્ત બોર્ડ બદલવાથી દુકાન બદલાતી નથી. સપા બસપાના શાસનની ઓળખ, યુપીના લોકોને અપાયેલો દગો, ઉત્તર પ્રદેશના લોકો ભૂલ્યા નથી. સપાના શાસનકાળમાં થયેલા રમખાણોનો દંશ તમે બધા હજુ સુધી ઝેલી રહ્યા છો. તેમણે કહ્યું કે સપાના શાસનમાં શેરડીના ખેડૂતોને પોતાના જ પૈસા માટે અપમાનિત થવું પડતું હતું. સપા સરકારે શેરડીના ખેડૂતોના ૩૫ હજાર કરોડથી વધુની બાકી રકમ યોગીજી માટે છોડી હતી. જેની હવે ચૂકવણી થઈ ચૂકી છે. સમાજવાદી પાર્ટીના શાસનકાળમાં થયેલા રમખાણોનો દંશ પશ્ચિમ યુપી હજુ ઝેલી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





