ટીમ ઈન્ડિયામાં પણ નવા ક્રિકેટરોનું સિનિયર્સ દ્વારા રેગિંગ

0
70
કૃણાલ પંડ્યા અને દિપક ચહરને ખુરશી પર ઉભા રખાયા…

જે રીતે કોલેજોમાં નવા ખેલાડીઓનુ રેગિંગ થાય છે. તે રીતે ટીમ ઈન્ડિયામાં પણ ડેબ્યુ કરનાર ખેલાડીઓને સિનિયર ખેલાડીઓના રેગિંગનો સામનો કરવો પડે છે. જોકે આ રેગિંગ વાસ્તવિક નથી પણ ખેલાડીઓની મજાક મસ્તીનો જ એક ભાગ છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમમાં દિપક ચહર અને કૃણાલ પંડ્યા એમ બે નવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. ટીમના સિનિયર ખેલાડીઓએ મજાક મસ્તીના ભાગરૃપે તેમને ખુરશી પર ઉભા કરીને સવાલો પૂછયા હતા. જેનો વીડિયો ટીમના ઓપનર શિખર ધવને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કર્યો છે. જેમાં કોચ રવિ શાસ્ત્રીની હાજરીમાં પહેલા દિપક ચહર અને બાદમાં કૃણાલ પંડ્યાને ખુરશી પર ઉભા કરીને તેમનુ ઈન્ટ્રોડકશન આપવાનુ કહેવામાં આવે છે. ઈંગ્લેન્ડ પ્રવાસની ટીમ ઈન્ડિયાએ પહેલી ટી 20માં ઈંગ્લેન્ડને 8 વિકેટે હરાવીને જોરદાર શરૃઆત કરી છે. જેમાં લોકેશ રાહુલે સદી ફટકારીને ભારતને જીત અપાવી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY