મહિલા પ્રયોગ કરે તે પહેલાં જ સાપે મહિલાને ડંખ મારતાં મોત

0
52

બીજિંગ,તા.૨૬
એક ચીની મહિલાએ જુવાની પરત મેળવવા કરેલો પ્રયોગ તેણે ભારે પડી ગયો છે. આ પ્રયોગમાં એક અલગ પ્રજાતિના સાપની જરૂર હતી. જે માટે મહિલાએ આ સાપની શોધખોળ ઓનલાઇન કરતાં તેણે આ સાપને ઓનલાઇન મગાવ્યો હતો. જાકે, મહિલા પ્રયોગ કરે તે પૂર્વે જ સાપે મહિલાને ડંખ મારતાં મહિલાનું મોત થઈ ગયું છે. ૨૧ વર્ષની મહિલા સાંગશી ચીનના ઉત્તર પ્રાંતમા રહેતી હતી. મંગળવારે રાત્રે તેનું મોત થયું છે. જેને ૯ દિવસ પહેલાં એક સાપે દંશ માર્યો હતો.
મહિલાએ ઇ કોમર્સ પ્લેટફોર્મ મારફતે જુઆનજુઆન સાપની ખરીદી કરી હતી. જે સાપને દક્ષિણ પ્રાંતના ગુઆન ડોગ વિસ્તારના એક વેપારીએ વેચાણ કર્યો હતો. સાપની આ પ્રજાતિ ઝેરી છે. સાપની એક સ્થાનિક કુરિયર કંપનીએ ડિલિવરી કરી હતી. કુરિયર કંપનીને પણ ખબર નહોતી કે તેઓ જે ડિલીવરી કરી રહ્યાં છે તેમાં સાપ છે. મહિલા આ સાપની મદદથી પારંપરિક વાઇન બનાવવાની હતી. જેને સ્નેક વાઈન કહેવામાં આવે છે.
સ્નેક વાઈનમાં સાપને ડૂબાડીને દારૂ બનાવાય છે. જેને પીવાથી હંમેશાં જુવાન રહેવાય છે. તેવું માનતી આ મહિલા આ પ્રયોગ કરવા જઈ રહી હતી. સાપ મહિલાના ઘરમાંથી ભાગી ગયો હશે તેમ મનાતું હતું પરંતું શોધખોળ હાથ ધરાતાં આ સાપ મહિલાના ઘરમાંથી જ મળી આવ્યો હતો. ઓનલાઇન પ્લેટફોર્મ પર વન્ય જીવોના વેચાણ પર પ્રતિબંધ છે પણ સ્થાનિક ઓનલાઇન પ્લેટફોર્મ આ નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY