સોશિયલ મીડિયાના લીધે જેટ પ્લેનના વધુ અકસ્માત સર્જાય છેઃ ધનોઆ

0
11

ન્યુ દિલ્હી,તા.૧૫
પાંચ વર્ષ પહેલાં થયેલા ભારતીય વાયુસેનાના લડાકૂ જેટની દુર્ઘટનાને લઇને વાયુ સેનાના પ્રમુખ બી.એસ.ધનોઆએ હેરાન કરે તેવી વાતનો ખુલાસો કર્યો છે. એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆ મુજબ સોશિયલ મીડિયાના વધુ ઉપયોગના કારણે ૨૦૧૩માં લડાકુ જેટ ક્રેશ થયું હતું. બેંગ્લુરુમાં એર ચીફ માર્શલ બી.એસ.ધનોઆએ સોશિયલ મીડિયાના વધુ ઉપયોગને વિમાન અકસ્માતોનું કારણ જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, પાઇલટ સોશિયલ મીડિયાના ઉપયોગમાં એટલો વ્યસ્ત હતો કે જેના કારણે તેની ઊંઘ પૂરી નહતી થઇ અને તે જ વર્ષ ૨૦૧૩માં ભારતીય વાયુસેનાના લડાકૂ જેટના અકસ્માતનું કારણ બન્યું હતું. વાયુસેના પ્રમુખે શુક્રવારને જણાવ્યું કે રાતે ઘણા કલાકો સુધી સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાના કારણે વાયુસેનાની પાઇલટ પૂરતી ઊંઘ નથી લઇ શકતા. તેમણે એક એવી સિસ્ટમ વિકસાવવા માટે જણાવ્યું જેના દ્વારા ખ્યાલ આવી શકે છે ફ્લાઇટ ઉડાવતા પહેલા પાઇલટે પૂરતી ઊંઘ લીધી છે કે કેમ.
ધનોઆએ ભારતીય સોસાયટી ઓફ એરોસ્પેસ મેડિસિનના ૫૭મા સંમેલનમાં જણાવ્યું કે તમામ મોડી સુત સુધી અનેક કલાકો સોશિયલ મીડિયા પર પસાર કરે છે. ઘણી વખત ઉડાન ભર્યા પહેલા બ્રીફિંગ સવારે છ વાગ્યે હોય છે અને ત્યાં સુધી પાઇલટ બરાબર ઊંઘ લઇ શકતા નથી. આ સમસ્યાના સંદર્ભમાં ધનોઆએ જણાવ્યું કે આપણે એવા સિસ્ટમની જરૂર છે જેથી જાણી શકાય કે પાઇલટે ઊંઘ સારી રીતે લીધી છે કે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY