ફૅક ન્યૂઝ રોકવામાં નિષ્ફળ સોશિયલ મીડિયાના ભારતીય વડાઓ સામે પગલાં લેવાશે

0
19

ન્યુ દિલ્હી,તા.૩૦
બાળ પોર્નોગ્રાફી, ફૅક ન્યૂઝ અને ગેરમાર્ગે દોરતી માહિતીને રોકવાના ઊપાયો સૂચવવા માટે બનાવાયેલ ઉચ્ચ સ્તરિય સરકારી પેનલની ભલામણો મંજૂર કરાશે તો સરકાર બોગસ સમાચાર રોકવામાં નિષ્ફળ જનાર સોશિયલ મીડિયાના ભારતના પ્રમુખોને કાયદાનું પાલન કરો અથવા તો કાયદાનો સામનો કરવા તૈયાર રહો જેવો આકરો સંદેશ આપવા સજ્જ થઇ રહી છે.
વાટ્‌સએપ જેવા પ્રખ્યાત સોશિયલ મીડિયા પર બોગસ સમાચાર પ્રસર્યા બાદ પાછલા એક વર્ષમાં ૪૦ વ્યક્તિએ જીવ ગુમાવ્યા બાદ સચિવોની કમિટીએ આ મામલે ચર્ચા કરી હતી. કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાઉબાની અધ્યક્ષતાવાળી પેનલે પોતાનો રિપોર્ટ ગૃહ પ્રધાન રાજનાથસિંહની અધ્યક્ષતાવાળા પ્રધાનસમુહને રજૂ કર્યો હતો. હવે તેઓ પોતાનો પ્રસ્તાવ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રજૂ કરશે.
દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કંપનીના પ્રતિનિધિ ભારતમાં છે. જા તેઓ સાઇટ પરથી આપત્તિજનક સમાચાર અને વીડિયો કાઢવામાં નિષ્ફળ જશે, તો એમની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.
તાજેતરમાં વોટ્‌સ એપ, ટિ્વટર ઇન્ડિયા, ફેસબુક અને યુટ્યૂબના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં સરકારી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે એમણે મોડું કર્યા વગર આદેશોનું પાલન કરવું પડશે અને જા એવું નહીં કરાય તો કાયદા પ્રમાણે એમની સામે પગલાં લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલા ફૅફ ન્યૂઝ સામે સરકારે લાલ આંખ કરી છે અને સોશિયલ મીડિયાની દિગ્ગજ કંપનીઓને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે. તેમને તેમની માહિતી સંગ્રહ કરવા માટેનું સર્વર ભારતમાં જ રાખવાનું કહેવામાં આવ્યું છે. જાકે આ કંપનીઓ આમ કરવા માટે રાજી નથી. આને કારણ હવે સરકાર તેમની સામે વધુ આકરા પગલાં લેવાની તૈયારી કરી રહી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY