ટ્રેનિંગ સાથે ફ્રી માં મળશે ૨ લાખનો વિમો, સરકાર ભરશે પ્રીમિયમ

0
14

ન્યુ દિલ્હી,તા.૩૦
સ્કીલ ઈંડિયા મિશન અંતર્ગત સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ લેનારા યુવાનોને સરકાર બે પ્રકારની ભેટ આપવાની છે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત સર્ટિફિકેટ લેનારા યુવાનોને બે લાખ રુપિયાનો એક્સીડન્ટ ક્લેમ મળશે. આ વિમો ત્રણ વર્ષ માટે હશે. સરકાર તેમને ટિજિટલ લોકરની પણ સુવિધા ઉપ્લબ્ધ કરાવશે. તેમને ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ સ્કિલ સર્ટિફિકેટ ડિજિટલ લોકરમાં જ આપવામાં આવશે.
આ યોજનાનો ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગો સાથે જાડાયેલી ટ્રેનિંગ આપવાનો છે જેથી તેમને રોજગાર પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે. આમાં ટ્રેનિંગની ફી સરકાર ભરે છે. કૌશલ વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલયમાં સંયુક્ત સચિવ અને સીવીઓ રાજેલ અગ્રવાલે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે આ યોજનાનું સંચાલન નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કરી રહ્યું છે. આ વિમો પ્રાપ્ત કરાવવા માટે ન્યૂ ઈંડિયા ઈંન્શ્યોરન્સ કંપની સાથે એલાયન્સ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ટ્રેનિંગ પૂરી કરનારા યુવાઓને દુર્ઘટનામાં મૃત્યુ અથવા સ્થાયી વિકલાંગતાનું વિમા કવર આપવામાં આવશે. આ વીમો સ્કીલ સર્ટિફિકેટની તારીખથી ત્રણ વર્ષ માટે હશે. વીમાનું પ્રીમિયમ એનડીસી ભરશે.
આ યોજના કેન્દ્રની ફ્લેગશિપ યોજનાઓ પૈકી એક છે. આના દ્વારા સરકાર ઓછુ ભણેલા અથવા ધોરણ ૧૦ અને ૧૨ના ડ્રોપ આઉટ સ્ટુડન્ટ્‌સને સ્કિલ ટ્રેનિંગ આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાના માધ્યમથી ૨૦૨૦ સુધી એક કરોડ યુવાનોને સ્કિલ ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
સ્કિલ ઈંડિયા અંતર્ગત ટ્રેનિંગ પૂર્ણ કરનારા લોકોને સર્ટિફિકેટ ડિજિટલ લોકર દ્વારા આપવામાં આવશે. આ એપ્લિકેશન અથવા વેબ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે. ડિજિટલ લોકર એવું પ્લેટફોર્મ છે જેમાં દસ્તાવેજ અને સર્ટિફિકેટ ડિજિટલ સ્વરુપે જાહેર કરી શકાય છે અને આનું ઓનલાઈન વેરિફીકેશન કરી શકાય છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY