મિતાલી રાજના વિવાદાસ્પદ મામલા પર સીઓએએ માંગ્યો જવાબ

0
13

મુંબઈ,તા.૨૫
મહિલા ટી-૨૦ વિશ્વકપ ૨૦૧૮ની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય મહિલા ટીમની સીનિયર બેટ્‌સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હવે આ મામલાએ વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. તેને લઇ બીસીસીઆઈના વહીવટકર્તાઓની સમિતિ (સીઓએ)એ આ ટૂર્નામેન્ટ દરમિયાન તેમની ફિટનેસ રિપોર્ટ માંગી છે. તેના સિવાય સીઓએ પણ જાણવા માંગે છે કે, સેમીફાઇનલ પહેલા ટીમની પસંદગી માટે જે મિટિંગ થઇ હતી, તે મીડિયામાં લિક કેવી રીતે થઇ. સીઓએ એ આ માટે બીસીસીઆઇના બે સીનિયર અધિકારીઓને આડે હાથ લીધા હતા, જેમા રાહુલ જાહરી સિવાય બોર્ડના ચીફ એક્સક્યૂટીવ ઓફિસર પણ સામેલ હતાં.
હવે ભારતીય મહિલા ટીમના કોચ રમેશ પોવાર અને મેનેજર તૃ્પ્તિ ભટ્ટાચાર્ય સાથે રાહુલ જોહરી સોમવારે સીઓએ સાથે મળશે, જેમા તેઓ પોતાની રિપોર્ટ તેમને સોંપશે. આ રિપોર્ટમાં ટી-૨૦ વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમના પ્રદર્શન વિશે સમગ્ર જાણકારી હશે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમીફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમની સૌથી સીનિયર બેટ્‌સમેન મિતાલી રાજને ડ્રોપ કરી દેવામાં આવી હતી અને આ મેચમાં ભારતને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમનો સ્કોર એક સમયે ૮૯ રન પર બે વિકેટ હતી પરંતુ તેના પછી સમગ્ર ટીમ ૧૧૨ રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. આ હાર બાદ મિતાલીના ટીમમાં નહી હોવા પર ઘણા સવાલો ઉદ્ભવ્યા હતાં. આ પહેલા મિતાલીએ ઘુંટણમાં ઇજા હોવા છતા હાફ સેંચુરી ફટકારી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY