ન્યુ દિલ્હી,તા.૨૫
જા તમે પણ નવા વર્ષમાં TV જેવા ઉપકરણોને બદલવાનું વિચારી રહ્યા છો તો તમને ઝટકો લાગી શકે છે. ટીવી અને ઘરેલુ ઉપકરણ આવતા મહીનાથી મોઘા થઈ જશે. કંપનીઓ તહેવારોની સિઝન પછી પોતાના પ્રોડક્ટના ભાવ વધારવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
ફેસ્ટીવ સેલમાં કંપનીઓ તેમના પર વધી રહેલ બોઝને ગ્રાહકો પર નાખવાના બદલે થોડા સમય માટે વહન કર્યો હતો. આની સીધી અસર કંપનીને નફા પર પડી હતી. ડાલર સામે રૂપિયો ગગડવો તેમજ કસ્ટમ ડ્યૂટીમાં તોતીંગ વધારાના કારણે પ્રોડક્ટનો ખર્ચ વધ્યો.
પેનેસોનિક ઈન્ડીયાએ પોતાના પ્રોડક્ટના ભાવમાં ૭ ટકાનો વધારો કરવાની તૈયારી કરી છે. જ્યારે કેટલીક કંપનીઓ પહેલા કિંમતોમાં વધારો કરી ચુકી છે. પેનેસોનિક ઈન્ડીયાના અધ્યક્ષ અને સીઇઓ મનીષ શર્માએ જણાવ્યુ કે ગયા મહીને ડાલર સામે રૂપિયામાં ઘટાડો થયો છે જેની સીધી અસર કંપનીના ખર્ચ પર પડી છે. આવતા મહીને માર્કેટની સ્થિતિને જાતા ભાવમાં ૫થી ૭ ટકાનો વધારો કરવો પડે તેમ છે.
તો હાયર ઈન્ડીયાના અધ્યક્ષ એરિક બ્રગેંજાનું કહેવુ છે કે ભારતમાં તહેવારોની સિઝનની કિંમતોમાં વધારો થશે. ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆત ઓણમની શરૂઆતથી શરૂ થાય છે. દશેરા પછી દિવાળી સાથે પૂર્ણ થાય છે. આ દરમિયાન ઉદ્યોગની કુલ વેચાણની કિંમતોમાં એક તૃતિયાંશ વેપાર તહેવારોમાં થાય છે.
જા કે સોની જેવી કંપનીઓ હાલ ભાવમાં વધારો કરે તેવી કોઈ યોજના નથી. સોની ઈન્ડીયાના પ્રવક્તાએ કહ્યું અમારી યોજના હાલ કોઈ કિંમત વધારવાની નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





