વાગરા તાલુકાનો મીઠા ઉદ્યોગ મરણ પથારીએ : વધુ એક મીઠાનો સત્યાગ્રહ થાય તેવા એંધાણ

0
224

મીઠાના પોષણક્ષમ ભાવો ન મળતા નાના મીઠા ઉત્પાદકો આર્થિક સંકટમાં સાથે જ ૧૦,૦૦૦ થી વધુ અગરિયા મજુરોની રોજગારી સામે ખતરો બીજી તરફ સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના વાયદા

ભરુચ:

1930માં અંગ્રેજ સરકારે મીઠા પર કર નાંખતા ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કર્યા બાદ ભરૂચ તાલુકાના વાગરા પથકમાં વધુ એક મીઠાનો સત્યાગ્રહ થાય તેવા એîધાણ ઊભા થયા છે. મીઠાના પોષણક્ષમ ભાવો ન મળતા અર્થિક પાયમાલીના આરે આવીને ઉભેલા નાના મીઠા ઉત્પાદકો આંદોલનનો માર્ગ અપનાવે તેવા સંજાગો ઉભા થયા છે.

વાગરા તાલુકાના દહેજ, અલાદર અને ગંધાર પંથકમાં મોટા પાયે મીઠાનું ઉત્પાદન થાય છે. ૧૯૯પ-૯૬માં ગુજરાત સરકારની જી.એ.સી.એલ. કંપની આવતા મીઠાના ઉદ્યોગો માટે આશર્વાદરૂપ બની હતી. આ કંપની દ્વારા દહેજ અલાદર અને ગંધાર કંપનીનું મીઠું ખરીદવામાં આવતું હતું. તો બીજી તરફ રિલાયન્સ કંપની દ્વારા પણ મીઠું ખરીદવામાં આવતું હતું. ર૦૧૪–૧પમાં જીએસીએલ કંપનીએ ટનદીઠ રૂ.૧૧૬૧ તેમજ રિલાયન્સ કંપનીએ રૂ.૧૨૦૧નો ભાવ જાહેર કર્યો હતો. જેના કારણે અન્ય કંપનીઓ પણ મીઠા ઉત્પાદકોને રૂ.૧૧૬૧નો ભાવ આપતી હતી. કંપનીએ ૩૦ જૂન ર૦૧પ સુધી જાહેર કરેલ ભાવે મીઠું ખરીદવાનો કરાર કર્યો હોવા છતાં જાન્યુઆરી ૨૦૧પમાં કરારને અભરાઇએ ચઢાવી દઇ મીઠાનો ટન દીઠ રૂ.૯૨૧ અને ત્યાર બાદ ટન દીઠ વધુ રૂ.૩૦૦ ઘટાડી રૂપયા ૬ર૧નો ભાવ જાહેર કરી નાના મીઠા ઉત્પાદકોને આર્થિક ફટકો માર્યો હતો. જેના પગલેમીઠા ઉત્પાદકોમાં ભારે અસંતોષ ઊભોથયો હતો. જી.એ.સી.એલ. કંપનીએ મીઠાના ભાવો ઘટાડી દેતા સોલ્ટ રીફાઇનરીઓ, નફાખોરી કરનારાઓ અને શોષણખોરોને મોકળુ મેદાન મળયું હતું. મીઠાના નાના ઉતપાદકોને નાછૂટકે ઉત્પાદક ભાવથી પણ નીચા ભાવે મીઠું વેચવાની ફરજ પડી હતી. જી.એસ.સી.એલ. કંપનીના નિર્ણયના પગલે મીઠા ઉદ્યોગમાં કૃત્રિમ મંદી ઊભી થતા મીઠા ઉત્પાદકોને ભારે આર્થિક નુકશાન થતા દેવાદાર બન્યા છે.
મીઠા ઉદ્યોગમાં આવેલ કૃત્રિમ મંદીમાંથી આ ઉદ્યોગને બચાવવા મીઠા ઉદ્યોગ એસીસીએશન ઉપરાંત લઘુઉદ્યોગ ભારતી વિભાગે પણ જી.એસ.સી.એલ. કંપનીના એમ.ડી. અને ઉદ્યોગમંત્રીને લેખિત મૌખિત રજૂઆતો કરી હતી. આમ છતાં કાંઇ નક્કર પગલા ન લેવાતાવાગરા પંથકનો મીઠા ઉદ્યોગ મરણ પથારીએ હોવાના અહેવાલ મળી રહયા છે. જેના કારણે મીઠા ઉત્પાદકોમાં રોષની લાગણી ઊભી થઇ છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ સરકાર લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની વાત કરે છે. તેના માટે બજેટમાં અલગથી જોગવાઇ કરે છે. ત્યારે બીજી તરફ સરકાર જ મીઠાના નાના(લઘુ) ઉદ્યોગોને પોષણક્ષમ ભાવો ન આપી શોષણ કરી રહી છે. જેને લઇ આવનારા દિવસોમાં વાગરા પંથકમાં દાંડી સત્યાગ્રહની જેમ વધુ એક મીઠાનો સત્યાગ્રહ ઊભો થાય તેવા એંધાણ વરતાઇ રહયા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY