મહિલા ઢોર માટે ખેતર માં ચાર કાપવા જતા તેનાજ ગામના હવશખોરે જબરજસ્તી કરતા પોલીસ ફરિયાદ
રાજપીપલા : નાંદોદ તાલુકાના ભુછાડ ગામમાં રહેતી એક મહિલા સવિતા વસાવા ( નામ બદલ્યું છે ) ઢોરો માટે ભુછાડ કાળીભોઇ ની સીમમાં ચાર કાપવા ગઈ હતી ત્યાં તેનાજ ગામનો રામચંદ્ર ગોરધન વસાવા આવી જતા મહિલાને એકલી જોઈ તું મારી સાથે કેમ શરીર સંબંધ બાંધતી નથી તેમ કેહતા મહિલા એ આ માટે નન્નો ભણાવતા હવશખોર રામચંદ્ર એ તેની સાથે જબરજસ્તી કરી મહિલાને માર મારતા બુમાબુમ થતા યુવાન ત્યાંથી નાસી ગયો ત્યારબાદ આ બાબતે મહિલા એ રાજપીપલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રામચંદ્ર ને પકડવા તજવીજ હાથ ધરી હતી તપાસ રાજપીપલા પીએસઆઈ એન .જે.ટાપરીયા કરી રહ્યા છે .
રિપોર્ટર- નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"