અલબામાની સંસદે ગર્ભપાત પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો

0
6

મિયામી,તા.૧૫
અલબામાની સંસદે ગર્ભપાત પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. એટલે સુધી કે દુર્વ્યવહાર અને ઘૃણાસ્પદ યૌન સંબંધના કેસમાં પણ ગર્ભપાતની પરવાનગી નથી. જો કોઈ ડાક્ટર ગર્ભપાતના કિસ્સામાં સંડોવાયેલો મળી આવે છે તો આ ખરડા મુજબ તેને આજીવન કેદની સજા થશે. ખરડાને મંજૂરી માટે રાજ્યપાલ પાસે મોકલવામાં આવ્યું છે.
બિલની જોગવાઈઓને લઇને વિરોધ શરૂ થયો છે. ડેમોક્રેટ નેતા બોબી સિંગલેટોને કહ્યું છે કે બિલ સંપૂર્ણ રીતે અમાનવીય છે. રિપબ્લિકન સાંસદોએ સમગ્ર રાજ્ય સાથે દુષ્ટ કાર્ય કર્યું છે. અલબામાની સંસદમાં રિપબ્લિકનની બહુમતી છે. બોબીએ ભાવુક થઈને કહ્યું કે તમે મારી દીકરીને કહેવા માગો છો કે તેના માટે અલબમામાં કોઈ સ્થાન નથી. બોબીના અનુસાર જો કોઈ મહિલા દુષ્કર્મનો શિકાર થઇને ગર્ભવતી બને છે તો તેને બાળકને જન્મ આપવો જ પડશે.
અમેરિકામાં માનવ અધિકારીઓના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થા એસીએલયુએ બિલ વિરુદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરવાની જાહેરાત કરી છે. સંસ્થાનું કહેવું છે કે તેઓ બિલને કોઈ પણ રીતે અમલમાં લાવવાથી રોકશે અને તેઓ આ કેસ સુપ્રીમ કોર્ટમાં લઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પના કારણે કોર્ટમાં આ સમયે કન્ઝર્વેટિવ બહુમતી છે. રિપબ્લિકન ૧૯૭૩ના તે નિર્ણયને બદલવા ઇચ્છે છે જેમાં ગર્ભપાતને મહિલાઓનો અધિકાર માનવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY