ફૂડ સેફ્ટી વિભાગે ૧૨ આઇસ ફેક્ટરીઓમાં ચેકિંગ કર્યું

0
9

વડોદરા,તા.૧૫
વડોદરા મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં આવેલી આઇસ ફેક્ટરીઓમાં દરોડા પાડ્યા હતા. ફૂડ સેફ્ટી અધિકારીઓની બે ટીમ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આઇસ ફેક્ટરીઓમાં નિયમ મુજબ બરફ બની રહ્યો હોવાનું બહાર આવ્યું હતું.
વડોદરા મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર વિરોનીકાબહેને જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં કમળો, ઝાડા-ઉલટી જેવા ફાટી નીકળેલા રોગચાળાને ધ્યાનમાં લઇ શહેરમાં આવેલી આઇસ ફેક્ટરીઓમાં વિવિધ બે ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે. ચેકિંગમાં આઇસ ફેક્ટરીઓના સંચાલકો દ્વારા બરફ બનાવવા માટે ક્લોરીનનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે કે નહીં.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારી ટીમ દ્વારા કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ગાયત્રી, તેમજ કારેલીબાગ વિસ્તારમાં જ આવેલી બીજી ગાયત્રી આઇસ ફેક્ટરી, છાણી ટી.પી.૧૩માં આવેલી બજરંગ આઇસ ફેક્ટરી સહિત ૪ આઇસ ફેક્ટરીમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બરફ યોગ્ય રીતે બનતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બીજી ટીમ દ્વારા પાણીગેટ, સરદાર એસ્ટેટ, નાગરવાડા, મકરપુરા જીઆઇડીસી સહિત વિવિધ વિસ્તારોમાં આવેલી આઇસ ફેક્ટરીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY