કે.ડી. પટેલ આણી મંડળીએ કોઝવે રોડ પરના ડોક્ટરને ધમકાવી રૂ.પાંચ લાખની ખંડણીની માંગણી કરાતા પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૨
કતારગામ-વેડરોડ વિસ્તારમાં લેભાગુ તત્ત્વો દ્વારા તબીબી પ્રેક્ટિશ કરનારા પાસે જઈ લાખો રૂપિયા ખંડણી માંગવાના કિસ્સા વધતા જાય છે. હ્નામન રાઈટ્સના નામે કે.ડી. પટેલ આણી ટોળકી ડોક્ટરોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવી રહી છે. આવી જ એક ઘટનામાં કોઝવે રોડ ડી માર્ટ પાસેનદોદો ડા÷. અરવિંદકુમાર યોગદત્ત શર્માએ આરોપી કે.ડી. પટેલ અને તેના બે સાગરીતો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોîધાવી હતી.
ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લાલદરવાજા રેશમવાડ વિસ્તારમાં રહેતાં અને કોઝવે રોડ ડી.માર્ટ પાસે ક્લીનિક ધરાવતા અરવિંદકુમાર યોગદત્ત શર્માએ આપેલી ફરિયાદ મુજબ આરોપી કે.ડી. પટેલ અને તેના બે સાગરીતો ફરિયાદીની પત્ïની પાસે આવી હ્નામન રાઈટ્સ એક્ટીવિશ તરીકેની ઓળખ આપી તમો પ્રાઈવેટ પ્રેક્ટિશ કરો છો, તો તમારે મને પાંચ લાખ રૂપિયા આપવા પડશે, નહીંતર હું તમારી કેરિયર ખતમ કરી પેપરના પાને ચઢાવી દઈશ. તમારી આબરૂના ધજાગરા ઉડાવીશ તેમ જણાવીને ફરિયાદીની પત્ïનીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરિયાદીની પત્ïનીના કરંજ હેલ્પ સેન્ટર ખાતે જઈ બળજબરીથી પાંચ લાખ કઢાવવાની કોશિશ કરી હતી. બનાવ અંગે ચોક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



