સ્થાનિકોને રોજગાર નહીં મળે તો આંદોલન કરીશ : ધારાસભ્ય

0
15

અમદાવાદ, તા.૧૧
સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામમાં બનેલી એક ચકચારી દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ વધી ગઈ હતી. જેના કારણે મોટી સંખ્યામાં પરપ્રાંતિયો ગુજરાત છોડી પોતાના વતન ચાલવા મજબુર બન્યા છે. ત્યારે આ ઘટના બાદ રાજકારણ પણ ગરમાયુ છે. વિપક્ષના નેતાઓ આ મુદ્દે ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો બીજીબાજુ સરકાર પોતાનો પક્ષ રજુ કરી રહી છે. આવી સ્થિતિમાં હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ સરકાર સામે બાંયો ચઢાવી છે. રાજેન્દ્રસિંહનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જ પાર્ટીની ટીકા કરતા હોય તેવુ લાગી રહ્યુ છે. વીડિયોમાં ચાવડા કહેતા સંભળાય છે કે જા સ્થાનિક લોકોને રોજગાર નહીં અપાય અને જા બહારના લોકોને રોજગાર અપાશે તો હું વિરોધ કરીશ. તેમણે વધુમાં જણાવ્યુ કે, આ માનવીય સંવેદનાની વાત છે. આ સંવેદનાના આધારે સમગ્ર ટીમ અહીં બેઠી છે અને બીજી વાત યુવાનોની એ હતી કે ફેક્ટરીઓમાં પરપ્રાંતિય લોકો છે. પરંતુ સરકારે હમણાં જ વિજયભાઈએ જાહેર કર્યુ હતું કે જે કોઈપણ ફેક્ટરીઓમાં ૮૦ ટકા સ્થાનિક લોકો હોવા જાઈએ અને હું તત્કાલ ફેક્ટરીઓનો સર્વે કરાવીશ અને જા ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી નહીં મળે તો હું જાહેરમાં ૫૦ ગામના લોકો અહીં હાજર છે ત્યારે કહું છું કે મારે લો એન ઓર્ડરની સાથે આંદોલન કરવુ પડશે તો પણ કરીશ. સમગ્ર ટીમને સાથે રાખીને બેસીશ. સ્થાનિકોને રોજગાર આપવો જ
પડશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY