ઈડીએ કાર્તિ ચિદંબરમની ૫૪ કરોડની સંપત્તિ જપ્ત કરી

0
9

નવી દિલ્હી, તા.૧૧
આઈએનએક્સ મીડિયા કેસમાં ઈડીએ પૂર્વ નાણાં મંત્રી પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદંબરમ પર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ કાર્તિ ચિદંબરમની ભારત અને વિદેશમાં રહેલ ૫૪ કરોડ રુપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. જેને લઈને ખળભળાટ મચી ગયો છે. આમાં કાર્તિના બેંક એકાઉન્ટ પણ સામેલ છે. મહત્વનુ છે કે,થોડા દિવસ અગાઉ એરસેલ-મેક્સિસ કેસમાં પી ચિદંબરમ અને કાર્તિને આંશિક રાહત મળી હતી. દિલ્હીની એક કોર્ટે સીબીઆઈ અને ઈડી તરફથી દાખલ કરવામાં આવેલી એરસેલ-મેક્સિસ મામલામાં અરજીને લઈને મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો. આ સાથે જ ૧ નવેમ્બર સુધી પી ચિદંબરમ અને તેના પુત્ર કાર્તિ ચિદંબરમને રાહત પણ આપવામાં આવી છે. હવે કોર્ટના આદેશ મુજબ ૧ નવેમ્બર સુધી પી ચિદંબરમ અને તેના પુત્ર કાર્તિને જેલ ભેગા કરાશે નહીં. ખાસ સીબીઆઈ જજ ઓપી સૈનીએ મામલાની સુનાવણી માટે હવે ૧ નવેમ્બરની તારીખ નક્કી કરી છે. તે વખતે સીબીઆઈ અને ઈડી તરફથી રજુ થયેલ વકિલે આ મામલામાં સ્થગનની માંગણી કરી હતી. સીબીઆઈના વકિલ એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતા અને ઈડીના વકિલ નીતેશ રાણાએ કોર્ટને કહ્યુ હતું કે ચિદંબરમના વકીલો પીકે દૂબે અને અર્શદીપ તરફથી દાખલ કરવામાં આવેલ અરજી પર વિસ્તૃત જવાબ આપવા માટે તથા ચર્ચા માટે એજન્સીઓને વધુ સમયની જરુર છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY