નવીદિલ્હી, તા. ૨૪
રાજસ્થાનના અલવરના રકબર ખાન ઉર્ફે અકબર ખાન નામના શખ્સની ભીડ દ્વારા માર મારીને હત્યા કરી દેવામાં આવ્યા બાદ તેની ગુંજ આજે સંસદમાં પણ જાવા મળી હતી. અલવર કાંડના મુદ્દાને ઉઠાવીને વિપક્ષે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને આને રોકવા માટે જરૂરી પગલા લેવાની રજૂઆત પણ કરી હતી. કોંગ્રેસે મોબ લિંચિંગની ઘટનાઓના મુદ્દે ભારે હોબાળો મચેલો છે. કોંગ્રેસે આ ઘટનાઓની સુપ્રીમ કોર્ટમાં વર્તમાન જજ મારફતે તપાસ કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસ તરફથી આ પ્રકારની માંગ કરવામાં આવ્યા બાદ રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઓને લઇને ગંભીર છે અને આને રોકવા માટે જા નવા કાયદાની જરૂર પડશે તો તે પણ કરશે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લકાર્જુન ખડગે દ્વારા અલવર લિંચિંગ મામલાને ઉઠાવીને માંગ કરી હતી કે, મોબ લિંચિંગની ઘટનાઓમાં સુપ્રીમ કોર્ટના સિટિંગ જજ મારફતે તપાસ કરાવવી જાઇએ. સીપીએમ સાંસદ મોહમ્મદ સલીમે અલવર મોબ લિંચિંગ કેસનો દાખલો આપીને કહ્યું હતું કે, ભીડ દ્વારા સ્ટ્રીટ જસ્ટસ ખુબ જ ખતરનાક બાબત છે. તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ છેલ્લા ત્રણ ચાર વર્ષથી થઇ રહી નથી. છેલ્લા ૧૦-૧૨ વર્ષથી થઇ રહી છે. મોહમ્મદ સલીમે કહ્યું હતું કે, આ પ્રકારની ઘટનાઓ અફવાઓના લીધે થાય કે પછી ગૌરક્ષાના નામ ઉપર થાય, બાળક ચોરીની શંકામાં થાય આ બાબત ખતરનાક છે. આ મામલો માત્ર હિન્દુ મુસ્લમનો નથી. સ્વામી અગ્નવેશ ઉપર પણ હુમલો થયો છે. ત્રિપુરા અને બંગાળમાં પણ આવી ઘટનાઓ બની છે. દેશમાં નફરતનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, સરકાર આ પ્રકારની ઘટનાઓને લઇને ચિંતિત છે અને સંભવિત તમામ પગલા લઇ રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



