અબુજા,તા.૨૮
નાઇજીરિયામાં એક મહિલાએ થોડાંક પૈસા માટે માતા-દીકરાના સંબંધના લીરે-લીરા ઉડાડી દીધા છે. તે મોબાઇલ ફોન ખરીદવા માંગતી હતી, તેના માટે પોતાના દોઢ મહિનાના બાળકને ૪૦૦૦૦ રૂપિયામાં વેચી દીધું. આ ઘટના અહીંના એડો રાજ્યની છે જ્યાં સ્થાનિક લોકોએ તેની પોલીસમાં ફરિયાદ કરી.
પોલીસ ફરિયાદના આધાર પર આરોપી મહિલાની ધરપકડ કરી છે. પોલીસ કમિશ્નર જાનસન કુકોમે આ ઘટનાની પુષ્ટિ કરતાં તેને ગંભીર ગુનો ગણાવ્યો છે.
રિપોર્ટસના મતે ૨૩ વર્ષની મિરેકલ જાનસને બાળકને અનાથાશ્રમમાં વેચ્યો હતો, તેના બદલામાં તેને અંદાજે ૪૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. પોલીસ પૂછપરચ્છમાં તેણે પોતાનો આરોપ કબૂલ્યો છે. સાથો સાથ કહ્યું કે તેણે પોતાના મિત્ર મામા જાયની મદદથી એનાંબ્રા રાજ્યના ઓનિત્શા સ્થિત અનાથાશ્રમમાં બાળકને વેચ્યું હતું. જાય હાલ ફરાર છે અને પોલીસ તેમને શોધી રહી છે.
આરોપી મહિલાનું કહેવું છે કે તણાવમાં આવીને બાળકને વેચી દેવાનો નિર્ણય લીધો હતો. તેણે કહ્યું કે હું વેચેલા પૈસામાંથી ફોન ખરીદવા માંગતી નહોતી પરંતુ મારા મિત્રએ જીદ કરી એટલે ખરીદવો પડ્યો. જ્યારે મિરેકલના પતિ જાનસન ઓમુવોક્પરે કહ્યું કે તેણે પત્નીને બાળકને વેચવા માટે ચોખ્ખી ના પાડી દીધી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



